પાવીજેતુપર : ઝાબ મુઢિયારી ગામમાં 8 મહિનાની બાળ દીપડી કૂવામાં પડી : વન વિભાગે ખાટલાની મદદથી બહાર કાઢી.

0
5
વન વિભાગની ટીમે ભારે જહેમત બાદ દીપડીને કૂવામાંથી રેસ્ક્યૂ કરી
વન વિભાગની ટીમે ભારે જહેમત બાદ દીપડીને કૂવામાંથી રેસ્ક્યૂ કરી

છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતુપર તાલુકાના ઝાબ મુઢિયારી ગામમાં 8 મહિનાની દીપડી કૂવામાં પડી ગઈ હતી. જેને પગલે સ્થાનિકોએ વન વિભાગને જાણ કરી હતી અને વન વિભાગની ટીમે ભારે જહેમત બાદ દીપડીને કૂવામાંથી રેસ્ક્યૂ કરી હતી.

પાવીજેતપુર પંથકમાં દીપડાની સંખ્યા વધુ હોવાથી દીપડા કૂવામાં પડવાની ઘટનાઓ અવાર-નવાર સામે આવે છે
પાવીજેતપુર પંથકમાં દીપડાની સંખ્યા વધુ હોવાથી દીપડા કૂવામાં પડવાની ઘટનાઓ અવાર-નવાર સામે આવે છે

કૂવામાં ખાટલો ઉતારીને બાળ દીપડીને બહાર કઢાઈ

પાવી જેતપુર તાલુકામાં દીપડાની સંખ્યા નોંધપાત્ર જોવા મળે છે. જેને લઈને દીપડા દેખાયાના બનાવો સામાન્ય થઈ ગયા છે, ત્યારે આજે વહેલી સવારે પાવી જેતપુર તાલુકાના ઝાબ મુઢિયારી ગામના જશવંતભાઈ ચંદુભાઈ રાઠવાના ખેતરના કૂવામાં 8 મહિનાની બાળ દિપડી પડી ગઈ હતી. આ વાતની જાણ ખેતર માલિકને થતાં તેમને વન વિભાગને કરી હતી. વન વિભાગે 8 મહિનાની બાળ દીપડીને બહાર કાઢવા રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું અને કૂવામાં એક ખાટલો ઉતારીને બાળ દીપડીને બહાર કાઢવામાં આવી હતી.

પશુ ડોક્ટર પાસે સારવાર કરાવીને સુરક્ષિત રીતે જંગલમાં છોડી મૂકવામાં આવી હતી.
પશુ ડોક્ટર પાસે સારવાર કરાવીને સુરક્ષિત રીતે જંગલમાં છોડી મૂકવામાં આવી હતી.

દીપડીને સારવાર આપીને સુરક્ષિત રીતે જંગલમાં છોડી મૂકાઈ

રેસ્ક્યૂ કરવામાં આવેલી બાળ દીપડીને પાંજરે પૂરીને ડુંગરવાંટ રેસ્ટ હાઉસ ખાતે લઈ જવાઈ હતી. જ્યાં પશુ ડોક્ટર પાસે સારવાર કરાવીને સુરક્ષિત રીતે જંગલમાં છોડી મૂકવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here