Thursday, August 5, 2021
No menu items!
Homeમહેસાણા : બહુચરાજીના રાંતેજ પાસે કાંટાળી ઝાડીમાં ત્યજેલી નવજાત બાળકી મળી આવી,...
Array

મહેસાણા : બહુચરાજીના રાંતેજ પાસે કાંટાળી ઝાડીમાં ત્યજેલી નવજાત બાળકી મળી આવી, ગ્રામ પંચાયતના પટ્ટાવાળાએ જાણ કરી

બહુચરાજીના રાંતેજ ગામના ખેતરમાંથી ગઈકાલે મોડી રાત્રે કડકડતી ઠંડીમાં નવજાત બાળકી મળી આવી છે. ગ્રામ પંચાયતના પટ્ટાવાળાએ ઘટનાની જાણ કરતાં સરપંચ સહિતના ઘટનાસ્થળે દોડી ગયા હતા. બાળકીને કડકડતી ઠંડીમાં કોણ મૂકી ગયું હશે તેની લઈને ચર્ચાઓ ચાલી રહી છે. બાળકી માટે અજાણી મહિલા પણ નિષ્ઠૂર હોવાના લોકો આરોપો પણ લગાવી રહ્યા છે. મહેસાણા જિલ્લામાં છેલ્લા એક મહિનામાં લગભગ ત્રીજી વખત નવજાત બાળક અસુરક્ષિત અને ત્યજી દીધેલ હાલતમાં મળી આવ્યું છે .

ખેતરની વાડમાં બાળકી દેખાઈ હતી

ગામના સરપંચ ઘેમર રબારીને પંચાયતના પટ્ટાવાળા ઝાલા જલુભાએ ફોન કરીને જણાવ્યું હતું કે, તેમના ભત્રીજા અલ્પેશે રાયળાવાળા ખેતરમાં શેઢાની વાડમાં નવજાત બાળકીને જોઇ છે. ઘટનાસ્થળ પર સરપંચ સહિતનાએ જઇ તપાસ કરતાં ખેતરના શેઢાની વાડમાં તાજી જન્મેલી બાળકી મળી આવી હતી.

શરીર ઉપર મલ્ટીપર્પઝ ઇજાઓ હતી

મહેસાણા સિવિલના બાળ નિષ્ણાત ડૉ. બ્રિજેશ પટેલે જણાવ્યું કે, બાળકને લવાયું ત્યારે તેના શરીર ઉપર મલ્ટી પર્પઝ ઇજાઓ હતી અને ઠંડીના કારણે શોકમાં હોઇ શ્વાસ લેવામાં પણ તકલીફ થતી હતી. ગમે તે સમયે વેન્ટીલેટર લેવું પડે તેમ હોઇ અમદાવાદ ટ્રાન્સફર કરાયું હતું.

10 દિવસ પૂર્વે મગુના થી નવજાત મળ્યું હતું

મહેસાણાના મગુના લાલજીનગરમાં 25મી જાન્યુઆરીએ કચરાના ઢગલામાંથી નવજાત બાળક મળી આવ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments