વડોદરા : પાલિકાની જગ્યામાં બાંધેલા ગેરકાયદે મકાનમાં ચાલતુ કતલખાનું ઝડપાયું,

0
0

વડોદરા શહેરના અકોટા ગામમાં સરકારી સ્કૂલની પાછળના ભાગમાં મહાનગરપાલિકાની ખુલ્લી જગ્યામાં ગેરકાયદે બંધાયેલા મકાનો પૈકી આસિફ વોરાના મકાનમાં ચાલતા ગેરકાયદે કતલખાનામાં પોલીસે દરોડો પાડીને કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં માંસ વેચવાનું વ્યવસ્થિત કૌભાંડ ઝડપાયું હોવાનું બહાર આવ્યું છે. જોકે ગૌમાંસ છે કે નહીં તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે અને માંસના જથ્થાને તપાસ માટે FSLમાં મોકલવામાં આવ્યો છે.

પોલીસે એક આરોપીની અટકાયત કરી

વડોદરા શહેરના અકોટા ગામમાં છેલ્લા કેટલાક સમયથી રહેણાંક વિસ્તારમાં ગેરકાયદે રીતે કતલખાનું ચાલતું હતું, જે અંગેની બાતમી આજે જે.પી. રોડ પોલીસને મળતા ઘટનાસ્થળે પહોંચી જઈને દરોડો પાડતા હનીફ નામના વ્યક્તિની અટકાયત કરી હતી. પોલીસની કાર્યવાહી દરમિયાન આશિષ વોરા કેળાવાળાના મકાનમાં દરોડો પાડતા માંસનો જથ્થો અને ડીપ ફ્રીજ મળી આવ્યું હતું.

આ મકાનમાં ગેરકાયદે કતલખાનુ ચાલતુ હતું
(આ મકાનમાં ગેરકાયદે કતલખાનુ ચાલતુ હતું)

 

ગેરકાયદે કતલખાનુ ચાલતુ તે સ્કૂલનો અનામત પ્લોટ હોવાનું બહાર આવ્યું

દરોડા દરમિયાન આ જમીન પાલિકાની માલિકીની અને સ્કૂલનો અનામત પ્લોટ હોવાનું પ્રાથમિક માહિતી બહાર આવી છે. પાલિકાની માલિકીની જમીનમાં વર્ષોથી ઝૂપડપટ્ટી અને પાકા મકાનો બંધાઇ ગયા છે, જેમાં આ ગેરકાયદે કતલખાનું ચાલતું હોવાનું બહાર આવ્યું છે.

પોલીસે પહોંચીને કતલખાનામાંથી એક આરોપીની અટકાયત કરી
(પોલીસે પહોંચીને કતલખાનામાંથી એક આરોપીની અટકાયત કરી)

 

પશુઓને ચોરી કરીને કતલખાના રાખવામાં આવતા હતા

પશુઓને ચોરી કરીને નજીકમાં રેલવે લાઇન પાસે આવેલી ખુલ્લી જમીનમાં આવેલા ગેરકાયદે કતલખાનામાં રાખવામાં આવતા હતા અને તેને મારી નાખીને માસ ડીપ ફ્રિજમાં રાખ્યા બાદ તેનું વેચાણ કરવામાં આવતું હોવાનું પણ બહાર આવ્યું છે. આ કિસ્સામાં મકાન માલિક તેમજ રમેશ નામના વ્યક્તિની પણ સંડોવણી હોવાનું બહાર આવ્યું છે. પોલીસે જે.પી. રોડ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here