અકસ્માત : ચીનના જિયાંગ્સુમાં એક્સપ્રેસ-વે પર બસનું ટાયર પચર થતા બસ-ટ્રક વચ્ચે અકસ્માત;

0
0

બીજિંગઃ ચીનમાં રવિવારે બસ-ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં 36 લોકોના મોત થયા છે. જ્યારે 36 લોકોને ગંભીર ઈજાઓ થઈ છે. પોલીસના જણાવ્યા અનુસાર બસમાં કુલ 69 લોકો સવાર હતા. શરૂઆતની તપાસમાં એ વાત જાણવા મળી છે કે બસ પૂર્વ જિયાંગ્સુ ક્ષેત્રમાં એક્સપ્રેસ-વે પર ખૂબ જ ઝડપથી આવી રહી હતી. આ દરમિયાન ટાયર પંચર થયું હતું, જેના કારણે બસે સ્પીડ પરનો કાબૂ ગૂમાવ્યો હતો અને ટ્રક સાથે અથડાઈ હતી.

રોડ અકસ્માતમાં દર વર્ષે હજાર લોકો મરે છે

ચીનમાં રોડ અકસ્માતમાં જીવ ગુમાવનારાઓની સંખ્યા ખૂબ જ વધુ છે. રિપોર્ટ્સના જણાવ્યા મુજબ, 2015માં રોડ અકસ્માતમાં 58 હજાર લોકોના મોત થયા હતા. જેમાં 90 ટકા અકસ્માત માત્ર ટ્રાફિક નિયોમાના ઉલ્લંઘનના કારણે થયા છે.

ગત વર્ષે પણ એક્સપ્રેસ-વે પર મોટો અકસ્માત થયો હતો

ગત વર્ષે નવેમ્બરમાં ગાંસૂ ક્ષેત્રના લાંજૂ શહેરમાં એક્સપ્રેસ-વે પર એક પછી એક 31 વાહનોની ભિડ અને બાદમાં લાગેલી આગથી 15 લોકોના મોત થયા હતા. અકસ્માતમાં 44 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ત્યારે પણ અકસ્માત ટ્રાફિક નિયમોના ઉલ્લંઘનના કારણે થયો હતો. એક બેકાબુ ટ્રક ટોલ ટેક્સ ચૂકવતી વખતે કારની લેનમાં ઘુસી ગઈ હતી.

આ સિવાય ગત વર્ષે ઓક્ટોબરમાં જ દક્ષિણ ચીનના ચોંગકિંગ શહેરમાં એક બસમાં મહિલા મુસાફર અને ડ્રાઈવરની વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હતી, જેના કારણે બસ બેકાબૂ થવાથી 230 ફીટ ઉંડી ખીણ યાંગ્જી નદીમાં પડી હતી. આ અકસ્માતમાં 13 લોકોના મોત થયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here