Monday, December 5, 2022
Homeગુજરાતહિંમતનગર રેલવે બ્રિજ પર સીટી બસ અને યુનિવર્સિટીની બસ વચ્ચે સર્જાયો...

હિંમતનગર રેલવે બ્રિજ પર સીટી બસ અને યુનિવર્સિટીની બસ વચ્ચે સર્જાયો અકસ્માત

- Advertisement -

સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરમાં બુધવારે સવારે ટાવર ચોક પાસે આવેલ રેલવે બ્રિજ પર બે હિંમતનગર પાલિકાની સીટી બસ અને ગણપત યુનિવર્સિટીની બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જો કે, સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી. આ અંગે પાલિકાને જાણ થતાં સીટી બસના વડા ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ફરિયાદ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.

આ અંગે પાલિકાના સીટી બસના વડા સુરજભાઈ રાઠોડે જણાવ્યું હતું કે, હિંમતનગર નગરપાલિકામાં સીટી બસના ચાર રૂટ ચાલે છે.બુધવારે સવારે શહેરના ગાયત્રી મંદિર થી નવી સિવિલ હોસ્પીટલનો રૂટ નં 1ની સીટી બસ ચાલક અને કંડક્ટર લઈને ટાવરથી મહાવીરનગર જવા નીકળી હતી. આ દરમિયાન મહાવીરનગર થી 12 વિધાર્થીઓને બેસાડી ગણપત યુનીવર્સીટીની બસ ટાવર તરફ જઈ રહી હતી ત્યારે, રેલ્વે ઓવરબ્રીજ પર બે બસો વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેને લઈને બંને બસોના કાચ તૂટી ગયા હતાં અને નુકશાન થવા પામ્યું હતું.

યુનીવર્સીટીની બસમાં દરરોજ 56 વિધાર્થીઓ હિંમતનગરથી જાય છે પરંતુ આજે 12 વિધાર્થીઓ બસમાં હતા. અકસ્માતને લઈને વિધાર્થીઓના વાલીઓને જાણ થતાં ઘટના સ્થળે આવ્યા હતાં અને વિધાર્થીઓને લઇ ગયા હતાં તો, બીજી તરફ સીટી બસને મસમોટું નુકશાન થવા પામ્યું હતું. સદનસીબે કોઈ જાનહાની થઇ ન હતી. અકસ્માત અંગેની જાણ થતાં પાલિકાના સીટી બસના વડાને જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતાં. ફરિયાદની કાર્યવાહી હાથ ધરી હતી. હિંમતનગરમાં પાલિકા દ્વારા સંચાલિત શહેરમાં ચાર સીટી બસો ચાલી રહી છે ત્યારે ગાયત્રી મંદિરથી નવી સિવિલ હોસ્પિટલ સુધીના રૂટની 1 નંબરની સીટી બસ અકસ્માત થવાને કારણે રૂટ અગામી પાંચ દિવસ સુધી બંધ રહેશે તો રીપેરીંગ થયા બાદ રૂટ શરૂ થશે તેવું પાલિકાના સીટી બસના વડા સુરજભાઈ રાઠોડે જણાવ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular