મહેસાણા : રામદેવ પીરના દર્શન કરી અમદાવાદ જતાં પરિવારને અકસ્માત : એકનું મોત,2ને ઇજા

0
11

મહેસાણાઃ આનંદપુરા-નંદાસણ રોડ પર કૂતરું બચાવવા જતાં ઝાડ સાથે કાર અથડાતાં અમદાવાદના આધેડનું મોત થયું હતું, જ્યારે મહિલા સહિત બેને ઇજા થઇ હતી. ઉપરાંત, ઉમાનગર હાઇવે પર રિક્ષા પલટી ખાતાં ઘવાયેલા યુવાનનું સારવાર દરમિયાન મોત થયું હતું.

અમદાવાદના સાબરમતી વિસ્તારમાં વિસત સર્કલ પર સરસ્વતીનગરમાં રહેતા 65 વર્ષના ભુદરભાઇ મોહનભાઇ પ્રજાપતિ ઇયોન ગાડી (જીજે 01 આરબી 7578)માં પરિવારને લઇ રવિવારે કરજીસણ ગામે રામાપીરના મંદિરે દર્શન કરી પરત જતા હતા. ત્યારે આનંદપુરા અને નંદાસણ વચ્ચે રસ્તામાં કૂતરાને બચાવવા જતાં કાર રોડની બાજુમાં ઉતરી ઝાડ સાથે અથડાઇ પડી હતી. આ અકસ્માતમાં ભુદરભાઇ પ્રજાપતિને માથામાં ગંભીર ઇજા થતાં સારવાર દરમિયાન મોત થયું હતું. જ્યારે સાથેના ભાનુબેન પ્રજાપતિ અને કૃષ્ણકાંત ઓઝાને ઇજા થઇ હતી. આ અંગે મૃતકના પુત્ર નિલેશભાઇ પ્રજાપતિએ નંદાસણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

જ્યારે નંદાસણના ઇમરાનહુસેન અહમદમીયા સૈયદ પોતાની લોડિંગ રિક્ષા (જીજે 02ઝેડ 5395)માં ઇનાયહુસેન અહેમદહુસેનને લઇને ગત 24 સપ્ટેમ્બરે ઉમાનગર હાઇવે પર ડીલક્ષ પ્લાયવુડ ફેકટરી પાસેથી પસાર થઇ રહ્યો હતો, ત્યારે એકાએક બ્રેક મારતાં રિક્ષા પલટી ખાઇ ગઇ હતી. અકસ્માતમાં ઇનાયતહુસેનને માથામાં ગંભીર ઇજા થતાં સારવાર માટે લઇ જવાયો હતો. પરંતુ 6 દિવસ બાદ તેનું મોત થયું હતું. જે અંગે ઇમરાનહુસૈન અહમદમીયાએ નંદાસણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here