Thursday, February 22, 2024
Homeવર્લ્ડઅમેરિકાના ગુરુદ્વારામાં ભારતીય રાજદૂત સાથે ગેરવર્તનથી નારાજ અમેરિકન શીખ સંગઠને કાર્યવાહીની માંગ...

અમેરિકાના ગુરુદ્વારામાં ભારતીય રાજદૂત સાથે ગેરવર્તનથી નારાજ અમેરિકન શીખ સંગઠને કાર્યવાહીની માંગ કરી

- Advertisement -

કેનેડામાં હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ હવે ખાલિસ્તાની આતંકવાદી ગુરુપતવંત સિંહ પન્નૂને હત્યાનો ડર સતાવી રહ્યો છે. એવામાં ગઈકાલની ઘટના બાદ અમેરિકાના એક શીખ સંગઠને દેશમાં ભારતીય રાજદૂત તરનજીત સિંહ સંધુ પર ન્યૂયોર્કના ગુરુદ્વારામાં હુમલાની ઘટનાની નિંદા કરી છે. આ સિવાય શીખ સંગઠને ગુરુદ્વારા મેનેજમેન્ટ પાસે સામેલ લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

ગઈકાલના રોજ જારી કરાયેલા એક નિવેદનમાં શીખ્સ ઑફ અમેરિકા નામની સંસ્થાએ કહ્યું કે, ગુરુદ્વારા એક ઘાર્મિક સ્થળ છે અને અહીં આવતા લોકોએ વ્યક્તિગત રાજકીય વિચારોને દૂર રાખવા જોઈએ. ઘટના એવી છે કે ગઈકાલે ગુરુ પર્વના અવસર પર તરનજીત સિંહ સંધુએ ન્યૂયોર્કના લોંગ આઈલેન્ડ સ્થિત હિક્સવિલે ગુરુદ્વારામાં પ્રાર્થના કરવા માટે ગયા હતા. ત્યારે તેમની સાથે ખાલિસ્તાની સમર્થકોએ દુર્વ્યવહાર કર્યો હતો.

અનેક વાયરલ વીડિયોમાં સંધૂને ખાલિસ્તાની સમર્થકોને રાજદૂત સાથે ધક્કા-મુક્કી કરતા દેખાઈ રહ્યા હતા જેઓ ભારત દ્વારા નામિત આતંકવાદીઓ હરદીપ સિંહ નિજ્જર અને ગુરપતવંત સિંહ પન્નુ વિશે નિવેદન આપી રહ્યા હતા. રાજદૂત તરનજીત સિંહ સંધૂ સાથે ધક્કા-મુક્કીનો આ વીડિયો બીજેપી નેતા આરપી સિંહે શેર કર્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular