ફંડ ફોર કોરોના : પ્રિયંકા ચોપરાએ આ ક્રાઇસિસમાં ખાસ મહિલાઓની મદદ માટે અંદાજે 76 લાખ રૂપિયા આપ્યા,

0
17

લોસ એન્જલસ. મહામારી કોરોના વાઇરસને હરાવવા પ્રિયંકા ચોપરા તેનું બનતું યોગદાન આપી રહી છે. તેણે જાહેર કર્યું છે કે તે આ ક્રાઇસિસમાં ખાસ મહિલાનોની આર્થિક સહાય કરશે. ઇન્ડસ્ટ્રીમાં કામ કરતી મહિલાઓ અને સેક્યુરિટી ફોર્સમાં ફરજ બજાવતી મહિલાઓને કુલ 1,00,000 ડોલર (અંદાજે 76 લાખ રૂપિયા)ની મદદ જાહેર કરી.

પ્રિયંકા ચોપરાએ વીડિયોમાં તેના કેમ્પેન વિશે કહ્યું છે કે, દુનિયા ઝડપથી બદલાઈ રહી છે અને અમે આ કેમ્પેનને લોન્ચ કરવાના ઓરિજિનલ પ્લાનને આગળ લઇ જઈ શકીએ એમ નથી. માટે દર અઠવાડિયે હું બોન વિવ સાથે લાઈવ થઈશ અને ચાર એવી મહિલાઓની સ્ટોરી શેર કરીશ જેમણે હિંમતથી જાતે દરેક મુશ્કેલીનો સામનો કરી તેને પાર કરી હોય. જો તમે કોઈ આવી મહિલાઓને જાણતા હોય કે જેની સ્ટોરી અમારે બતાવવી જોઈએ તો પ્લીઝ અમને શેર કરો. આપણે બધા આમાં સાથે છીએ.

પ્રિયંકા ચોપરા દર બુધવારે એવી મહિલાનને સમ્માન આપશે જેઓ પડકારનો સામનો કરી સફળ થયા હોય. પ્રિયંકાએ પોસ્ટમાં લખ્યું હતું કે, અમે કુલ 1,00,000 ડોલર મહિલાઓને આપશું જેઓ આ ક્રાઇસિસમાં ઊભરીને બહાર આવી રહી છે. જો તમે કોઈ મહિલાને જાણતા હોય જેની સ્ટોરી અમારે હાઈલાઈટ કરવી જોઈએ તો તેમની સ્ટોરી અમારી સાથે શેર કરો. તે સર્વિસ ઇન્ડસ્ટ્રીમાંથી હોય, મોટા બિઝનેસથી હોય, નાના બિઝનેસની માલિક હોય કે ફ્રન્ટ લાઇન્સની ફર્સ્ટ રિસ્પોન્ડર્સ હોય આ દરેકની સ્ટોરી શેર કરો. અમે તેમને સમ્માનિત કરવા ઇચ્છીએ છીએ.

આ કોરોના વાઇરસની લડત માટે પ્રિયંકા ચોપરા અને નિક જોનસે પહેલેથી જ 10 નેશનલ અને ગ્લોબલ સંસ્થાઓના ફંડમાં દાન કર્યું છે. પ્રિયંકાએ આ સિવાય ખાસ મહિલાઓની મદદ માટે આ સહાયની જાહેરાત કરી છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here