ટાઈટ કપડાંને કારણે નારાજ વ્યક્તિએ ગૌહર ખાનને જાહેરમાં તમાચો માર્યો હતો

0
8

‘બિગ બોસ 7’ની વિજેતા, મોડલ તથા એક્ટ્રેસ ગૌહર ખાન 25 ડિસેમ્બરના રોજ જૈદ દરબાર સાથે નિકાહ કરવાની છે. ગૌહર ખાન પતિ કરતાં 11 વર્ષ મોટી છે. લગ્નના ફંક્શન શરૂ થઈ ગયા છે.

ગૌહરનો જન્મ મુસ્લિમ પરિવારમાં થયો છે. તે પાંચ ભાઈ-બહેનમાંથી સૌથી નાની છે. ટીવી એક્ટ્રેસ નિગાર ખાનની બહેન છે. ગૌહરે 2002માં મિસ ઈન્ટરનેશનલ કોન્ટેસ્ટમાં ભાગ લીધો હતો.

ઘણાં સમય સુધી મોડલિંગ કર્યું

2002થી 2006 સુધી ગૌહરે મોડલિંગ કર્યું હતું. એકવાર રેમ્પ વૉક દરમિયાન ગૌહરનો ડ્રેસ ફાટી ગયો હતો. જોકે, તો પણ તેણે એકદમ કોન્ફિડન્સ સાથે રેમ્પ વૉક પૂરું કર્યું હતું. ગૌહરે 2009માં ફિલ્મ ‘રોકેટ સિંહઃ સેલ્સમેન ઓફ ધ યર’થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. ફિલ્મ ‘ઈશ્કઝાદે’માં ચાંદબીબીનો રોલ પ્લે કર્યો હતો.

2006માં સેલિબ્રિટી ડાન્સ શો ‘ઝલક દિખલાજા’માં ફર્સ્ટ રનર અપ બની હતી. ‘બિગ બોસ 7’ દરમિયાન કુશાલ ટંડન સાથેની નિકટતા ચર્ચામાં રહી હતી. ‘બિગ બોસ’ના ઘરમાંથી બહાર આવ્યા બાદ બંને વચ્ચે થોડો સમય સારું રહ્યું હતું પરંતુ પછી તેમનું બ્રેકઅપ થઈ ગયું હતું.

શૂટિંગ દરમિયાન એક વ્યક્તિએ તમાચો માર્યો હતો

ગૌહર પોતાની લિપ સર્જરીને કારણે ચર્ચામાં આવી છે. 2011માં જ્યારે તે ‘ખાન સિસ્ટર્સ’ નામના ચેટ શોનું શૂટિંગ કરતી હતી ત્યારે થોડા સમય માટે શોનું શૂટિંગ અટકાવી દેવામાં આવ્યું હતું, કારણ કે ગૌહરના હોઠ પર સોજો આવી ગયો હતો. પછી ગૌહરે ચોખવટ કરી હતી કે તેણે સર્જરી કરાવી હતી પરંતુ તે પોતાના લિપ્સ શેપથી ખુશ નહોતી અને તેથી જ તે બધાની સામે આવવા માગતી નહોતી.

2014માં ગૌહર રિયાલિટી શો ‘ઈન્ડિયાઝ રૉ સ્ટાર’ની ગ્રાન્ડ ફિનાલેનું શૂટિંગ કરતી હતી. આ દરમિયાન મોહમ્મદ અકીલ મલિક નામના વ્યક્તિએ ગૌહરને તમાચો ચોડી દીધો હતો. પોલીસ સૂત્રોના મતે, પહેલાં અકીલે ગૌહરની છેડતી કરી હતી. ગૌહરે આનો વિરોધ કર્યો તો તમાચો માર્યો હતો.

અકીલના મતે, ‘ગૌહર મુસ્લિમ યુવતી છે અને તેમના ધર્મ પ્રમાણે આ પ્રકારના કપડાં (જેવી ગૌહરે પહેર્યાં હતા) પહેરવા યોગ્ય નથી. આ જ કારણે તેણે તમાચો માર્યો હતો.’ ગૌહર સ્ટેજ પર જ રડવા લાગી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here