Wednesday, September 22, 2021
Homeકોરોના રસી માટે 35 હજાર કરોડ રૂપિયાની જાહેરાત
Array

કોરોના રસી માટે 35 હજાર કરોડ રૂપિયાની જાહેરાત

– ગાડીઓનો ફિટનેસ ટેસ્ટ થશે અને પર્સનલ વ્હીકલ 20 વર્ષ પછી અને કોમર્શિયલ વ્હીકલ 15 વર્ષ પછી સ્ક્રેપ કરી શકાશે.​​​​​​

– આત્મનિર્ભર ભારત માટે મેન્યુફેક્ચરિંગ ગ્લોબલ ચેમ્પિયન્સ માટે પ્રોફિટ લિંક્ડ ઈન્સેન્ટિવ સ્કીમ થશે શરૂ, મહત્વના સેક્ટર્સને પ્રોત્સાહન મળશે

– શહેરી વિસ્તારોમાં જળ-જીવન મિશન શરૂ કરાશે. શહેરી સ્વચ્છ ભારત મિશન પર 1.48 લાખ કરોડ 5 વર્ષમાં ખર્ચ કરાશે

– નિમોકોક્કલ વેક્સિનને દેશભરમાં શરૂ કરાશે. આનાથી 50 હજાર બાળકોના દર વર્ષે જીવ બચાવી શકાશે

– 15 હેલ્થ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર્સ શરૂ કરાશે, ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ પર 20 હજાર કરોડનો ખર્ચ કરાશે

– નિર્મલા સીતારમણ દ્વારા કોરોના રસી માટે 35 હજાર કરોડ રૂપિયાની જાહેરાત, નાણાં પ્રધાને કહ્યું કે આરોગ્ય ક્ષેત્રના બજેટમાં 137 ટકાનો વધારો કરવામાં આવ્યો

– નિર્મલા સીતારમણે કહ્યું કે, રૂરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ પર 40 હજાર કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા

– નાણા મંત્રીએ કહ્યું કે, FY22 માટે 16.5 લાખ કરોડની ફાર્મ ક્રેડિટ લક્ષ્ય છે.

– ‘સરકાર ખેડૂતો માટે સમર્પિત’, ખેડૂતોને MSP માટે 75,100 કરોડ રૂપિયા ફાળવાયા

– ગેસ ડિસ્ટ્રીબ્યુશન વધુ 100 જિલ્લાઓ સુધી વધારવામાં આવશે – નાણા મંત્રી

– FY20માં ઘઉં માટે ખેડૂતોને 62,802 કરોડ FY21 માટે ખેડૂતોને MSP માટે 75,100 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે

– 2023ના અંત સુધીમાં 100% બ્રોડગેજનું ઈલેક્ટ્રીફિકેશન, ઈન્સ્યોરન્સ સેક્ટમાં FDI 49%થી વધીને 74% થશે

– નાણાં પ્રધાને આગામી નાણાકીય વર્ષ માટે 5.54 લાખ કરોડના મૂડી ખર્ચનું લક્ષ્યાંક નક્કી કર્યું હતું જે વર્તમાન નાણાકીય વર્ષમાં રૂ. 4.39 લાખ કરોડ હતું.

– કોચ્ચિમાં મેટ્રોમાં 1900 કરોડના ખર્ચે 11 કિમી હિસ્સો બનાવાશે. ચેન્નાઈમાં 63 હજાર કરોડ રૂપિયાના ખર્ચે 180 કિમી લાંબો મેટ્રો રૂટ બનશે

– વિસ્ટા ડોમ કોચ શરૂ થશે જેથી મુસાફરોને સારો અનુભવ થાય. હાઈ ડેન્સિટી નેટવર્ક, હાઈ યુટિલાઈઝ નેટવર્ક પર ટ્રેન પ્રોટેક્શન સિસ્ટમ શરૂ કરવામાં આવશે, આ સિસ્ટમ દેશમાં ડેવલોપ થશે

– 602 જિલ્લામાં ક્રિટિકલ કેર હોસ્પિટલ શરૂ કરાશે. નેશનલ સેન્ટર ફોર ડિસીજ કંટ્રોલને મજબૂત કરવામાં આવશે

– ભારતમાલા પ્રોજેક્ટ માટે 3.3 લાખ કરોડ રૂપિયા આપવામાં આવી ચૂક્યાં છે, રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે ઈકોનોમિક કોરિડોર બનાવાશે

– 1100 કિમી નેશનલ હાઈવે કેરળમાં બનશે. જેના હેઠળ મુંબઈ-કન્યાકુમારી કોરિડોર પણ બનશે. કેરળમાં આની પર 65 હજાર કરોડ રૂપિયા ખર્ચ કરાશે

– આરોગ્ય ક્ષેત્રને 2021-22 માટે 2.38 લાખ રૂપિયા ફાળવવામાં આવશે, આરોગ્ય બજેટમાં પાછલા વર્ષ કરતા 135 ટકાનો વધારો થયો

– નિર્મલા સીતારમણે વધુમાં કહ્યું કે, પબ્લિક બસો માટે 18,000 કરોડની ફાળવણી કરવામાં આવશે

– Budget 2021: નાણા મંત્રીએ વોલેન્ટરી વ્હિકલ સ્ક્રેપિંગ પોલિસીની કરી જાહેરાત

– નાણાં પ્રધાન નિર્મલા સીતારામને કહ્યું કે હું રેલવે માટે 1,10,055 કરોડની વિક્રમી રકમ ફાળવી રહું છું, જેમાંથી 1,07,100 કરોડ ફક્ત મૂડી ખર્ચ માટે છે

– વીમા ક્ષેત્રમાં 74 ટકા જેટલી એફડીઆઈ થઈ શકે છે, અગાઉ અહીં માત્ર 49 ટકા જ મંજૂરી આપવામાં આવી હતી

– બેંકોના પુન: પૂંજીકરણ માટે 20 હજારની બજેટ જોગવાઈ કરવામાં આવી, નાણાં પ્રધાને કહ્યું કે સરકાર બેંકોને 20 હજાર કરોડની મૂડી આપશે

– દેશમાં રોડ અને મેટ્રો નેટવર્ક માટે 11 હજાર કરોડની જોગવાઈ

– આસામમાં નેશનલ હાઈવે માટે 34 હજાર કરોડની ફાળવણી કરવામાં આવી

– બજેટ 2021 રજૂ કરતા નિર્મલા સીતારમણે કહ્યું કે માર્ચ, 2022 સુધીમાં 8,500 km હાઈવે બનાવીશું

– દેશમાં રોડ અને મેટ્રો નેટવર્ક માટે 11 હજાર કરોડની જોગવાઈ કરવામાં આવી

– બ્રોડગેજ રેલ્વેનું 2023 સુધી 100% વિદ્યુતીકરણ થશે, રેલ્વે માટે 1.1 લાખ કરોડ રૂપિયાની રેકોર્ડ ફાળવણી

– પ્રાઇવેટ સેક્ટરથી 30 હજાર બસો લઈને સંચાલન કરવામાં આવશે

– નાણા મંત્રીએ કહ્યું કે, લૉકડાઉનના 48 કલાકની અંદર વડાપ્રધાને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાની જાહેરાત કરી

– ટેક્સટાઈલ્સ ઈન્ડસ્ટ્રીમાં રોજગારને પ્રોત્સાહન આપવા માટે મેગા ટેક્સટાઈલ પાર્ક સ્કીમ લવાશે

– ગાડીઓનો ફિટનેસ ટેસ્ટ થશે અને પર્સનલ વ્હીકલ 20 વર્ષ પછી અને કોમર્શિયલ વ્હીકલ 15 વર્ષ પછી સ્ક્રેપ કરી શકાશે.​​​​​​

– આત્મનિર્ભર ભારત માટે મેન્યુફેક્ચરિંગ ગ્લોબલ ચેમ્પિયન્સ માટે પ્રોફિટ લિંક્ડ ઈન્સેન્ટિવ સ્કીમ થશે શરૂ, મહત્વના સેક્ટર્સને પ્રોત્સાહન મળશે

– શહેરી વિસ્તારોમાં જળ-જીવન મિશન શરૂ કરાશે. શહેરી સ્વચ્છ ભારત મિશન પર 1.48 લાખ કરોડ 5 વર્ષમાં ખર્ચ કરાશે

– નિમોકોક્કલ વેક્સિનને દેશભરમાં શરૂ કરાશે. આનાથી 50 હજાર બાળકોના દર વર્ષે જીવ બચાવી શકાશે

– 15 હેલ્થ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર્સ શરૂ કરાશે, ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ પર 20 હજાર કરોડનો ખર્ચ કરાશે

– નિર્મલા સીતારમણ દ્વારા કોરોના રસી માટે 35 હજાર કરોડ રૂપિયાની જાહેરાત, નાણાં પ્રધાને કહ્યું કે આરોગ્ય ક્ષેત્રના બજેટમાં 137 ટકાનો વધારો કરવામાં આવ્યો

– નાણાં પ્રધાન નિર્મલા સીતારામને પોતાના બજેટ ભાષણમાં આત્મનિર્ભર સ્વાસ્થ્યપ્રદ ભારત યોજનાની જાહેરાત કરી, સરકાર દ્વારા 64180 કરોડની જોગવાઈ

– આરોગ્ય ક્ષેત્ર માટે સ્વનિર્ભર સ્વાસ્થ ભારત યોજના શરૂ કરવામાં આવશે

– આ મુશ્કેલ સમયમાં મોદી સરકારનું ધ્યાન ખેડૂતોની આવક બમણી કરવા, વિકાસની ગતિ વધારવી અને સામાન્ય લોકોને મદદ કરવા પર

– બજેટના પહેલા ભાગમાંAatmanirbharBharatનું વિઝન

– આત્મનિર્ભર પેકેજથી સુધારાને વેગ મળ્યો. બીજી બે કોવિડ વેક્સીન ટૂંક સમયમાં આવશે

– સરકાર ઈકોનોમીને બેઠી કરવા તત્પર, ભારતમાં કોરોનાનો ઓછો મૃત્યુ દર, 2021 વર્ષ સ્વતંત્રતાનું 75મુ વર્ષ રહેશે

– લોકસભાની કાર્યવાહી શરૂ, મેડ ઈન ઈન્ડિયા ટેબથી નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ વાંચવાની શરૂઆત કરી

– નાણાં પ્રધાન સીતારામને કૃષિ કાયદાઓ અંગેના હોબાળો વચ્ચે બજેટ ભાષણની શરૂઆત કરી…

– નાણામંત્રી નિર્મલા સીતારમન રજૂ કરી રહ્યા છે બજેટ, શું દેશની ઉમ્મીદો પર ખરા ઉતરશે

– બજેટ લાઇવ: મોદી કેબિનેટની બેઠક ચાલુ, બજેટને મંજૂરી મળશે

– બજેટ 2021/નાણાંકીય સમીક્ષામાં રેપોરેટ યથાવત્ત રાખી શકે છે RBI : એક્સપર્ટ

– સરકાર બિટકૉઈન જેવી ક્રિપ્ટોકરન્સી પર મૂકશે પ્રતિબંધ, પોતાની ડિજિટલ કરન્સી લાવવાની તૈયારી

– બજેટ રજૂ થાય તે પહેલા સેન્સેક્સમાં 400 અંકનો ઉછાળો

– Budget 2021 Live: સંસદ ભવન પહોંચ્યાં નિર્મલા સિતારમન, થોડીવારમાં થશે કેબિનેટની બેઠક

– બુલિયન બજાર: બજેટ પૂર્વે સોના- ચાંદીની ટેરીફ વેલ્યુમાં થયો ધરખમ ઘટાડો, વિશ્વબજારમાં ઉંચા મથાળેથી ઝડપી ગબડયા

– Budget 2021 : આંદોલન વચ્ચે ખેડુતો માટે બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ કરી શકે છે આ મોટા એલાનો

– Budget 2021/ બજેટ પહેલા મોદી સરકાર માટે ખુશખબર, રેકોર્ડ સ્તર પર પહોંચ્યુ જીએસટી કલેક્શન

– આજે રજૂ થશે દાયકાનું પ્રથમ બજેટ, નાણાંમંત્રી નિર્મલા સીતારમણ રજૂ કરશે સરકારનું વહીખાતું

– બજેટના દિવસે સરકાર આપી રહિ છે સસ્તુ સોનુ ખરીદવાની તક, જાણો કેવી રીતે મેળવી શકો છો ફાયદો

– બજેટ વેક્સિન: નાણાંપ્રધાન આજે રજુ કરશે ‘હટકે’ બજેટ, અર્થતંત્રને બેઠું કરવા અપાશે બુસ્ટર ડોઝ

મર્ચન્ટ શિપને પ્રોત્સાહન આપવામાં આવશે

ભારતમાં મર્ચન્ટ શિપને પ્રોત્સાહન આપવામાં આવશે. શરૂઆતમાં 1624 કરોડ રૂપિયા ફાળવવામાં આવશે. આ ઉપરાંત ગુજરાતમાં વર્તમાન પ્લાન્ટ થકી શિપને રિસાયકલ કરવાનું કામ કરવામાં આવશે.

રેલ્વે અને મેટ્રોને લઇને મોટી જાહેરાત

નાણા મંત્રી નીર્મલા સીતરમને જાહેરાત કરી કે, રાષ્ટ્રી રેલ યોદના 2030 તૈયાર થઇ ગઇ છે. કુલ 1.10 લાખ કરોડ રૂપિયાનું બજેટ રેલ્વેને ફાળવવામાં આવી છે. ભારતીય રેલ્વે ઉપરાંત મેટ્રો, સીટી બસ સેવાને પ્રોત્સાહન આપવા પર ફોકસ કરવામાં આવશે. આ માટે 18 હજાર કરોડનો ખર્ચ કરવામાં આવશે. હવે મેટ્રો લાઇન પર ભાર મુકવામાં આવશે. કોચ્ચી, બેંગાલુરૂ, ચેન્નાઇ, નાગપુર, નાસિકમાં મેટ્રો પ્રોજેક્ટને પ્રોત્સાહન આપવાની જાહેરાત કરવામાં આવી.

આત્મનિર્ભર સ્વસ્થ ભારત યોજનાનું એલાન

નાણા મંત્રી નિર્મલા સીતારમણે પોતાના બજેટ ભાષણમાં આત્મનિર્ભર સ્વસ્થ ભારત યોજનાનું એલાન કર્યુ. સરકાર તરફથી 64180 કરોડ રૂપિયા તેના માટે ફાળવવામાં આવ્યા છે અને સ્વાસ્થ્યના બજેટને વધારવામાં આવ્યું છે. આ સાથે જ સરકાર તરફથી WHOના સ્થાનિક મિશનને ભારતમાં લોન્ચ કરવામાં આવશે.

અમૃત યોજનામાં આટલા કરોડ રૂપિયા ફાળવ્યા

નાણા મંત્રી નિર્મલા સીતારમણે સ્વચ્છ ભારત મિશનને આગળ વધારવાનું એલાન કર્યુ. જે અંતર્ગત શહેરોમાં અમૃત યોજનાને આગળ વધારવામાં આવશે, તેના માટે 2,87,000 કરોડ રૂપિયા જારી કરવામાં આવ્યા. તેની સાથે જ નાણા મંત્રી તરફથી મિશન પોષણ 2.0નું એલાન કરવામાં આવ્યું છે.

નાણામંત્રી નિર્મલા સીતારામન સોમવારે બજેટ રજૂ કરી રહ્યાં છે. આ બજેટમાં કોરોના મહામારીથી પીડિત સામાન્ય માણસને રાહત આપવામાં આવશે તેમજ સ્વાસ્થ્ય સેવાઓ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને પડોશી દેશો સાથે તંગદિલી વધવાની સાથે સંરક્ષણ વધુ ખર્ચ કરીને સરકાર આિર્થક સુધારાઓને આગળ વધારવા પર ધ્યાન આપશે તેવી આશા રાખવામાં આવે છે.

બીજી બાજુ બજેટના આગલા દિવસે જ સરકાર માટે સારા સમાચાર આવ્યા છે. બજેટ પૂર્વે કેન્દ્રની તીજોરી છલકાઈ હોય તેમ જાન્યુઆરી 2021માં સરકારનું જીએસટી કલેક્શન વિક્રમી રૂ. 1.20 લાખ કરોડની નજીક પહોંચી ગયું છે તેમ સરકારે રવિવારે જણાવ્યું હતું.

જાન્યુઆરી 2020ની સરખામણીમાં સરકારની જીએસટી આવક રૂ. 10 હજાર કરોડ વધી છે. જીએસટી કલેક્શનનો અગાઉનો વિક્રમ ડિસેમ્બર 2020માં 11.6 ટકાના અનપેક્ષિત ઉછાળા સાથે જીએસટી કલેક્શન રૂ. 1.15 લાખ કરોડ થયું હતું.

કોંગ્રેસ સાંસદે બજેટના વિરોધમાં કાળા કપડા પહેરી વિરોધ નોંધાવ્યો

કોંગ્રેસ સાંસદ ગુરજીત ઔઝલા સંસદમાં કાળા કપડા પહેરીને આવ્યા છે. કોંગ્રેસે રાષ્ટ્રપતિના અભિભાષણના પણ બહિષ્કાર કર્યો હતો. હવે ખેડૂત આંદોલનના મુદ્દે કોંગ્રેસ સાંસદ તરફથી વિરોધ કરવામાં આવી રહ્યો છે.

બજેટ પહેલા શેર બજારમાં રોનક જોવા મળી

દેશનુ બજેટ 2021-22 રજૂ થયા પહેલા સોમવારે શેર બજારોમાં રોનક રહી. બૉમ્બે સ્ટૉક એક્સચેન્જનુ સેન્સેક્સ લગભગ 400 અંકના વધારાની સાથે 46,617.95 અંક પર ખુલ્યુ જ્યારે નેશનલ સ્ટૉક એક્સચેન્જની નિફ્ટી 13,758.60 અંક પર રહ્યુ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments