Monday, December 5, 2022
Homeગુજરાતદ્રારકાનાં મોજપ વાડી વિસ્તારમાં કીડીખાઉં નામનું પ્રાણી મળી આવ્યું

દ્રારકાનાં મોજપ વાડી વિસ્તારમાં કીડીખાઉં નામનું પ્રાણી મળી આવ્યું

- Advertisement -

દ્રારકાનાં જંગલ વાડી વિસ્તારમાં સમયાંતરે કીડીખાઉં નામનું વિશિષ્ટ પ્રાણી દેખાઈ આવે છે. આ પ્રાણી લુપ્ત થતી પ્રજાતિમાનું એક છે. જે ગુજરાતનાં વિવિધ વિસ્તારોમાં સમયાંતરે જોવા મળે છે. તે એક કુદરતી જંતુનાશક છે. પોતાની લીસી, ચીકણી, દોરી જેવી લાંબી જીભ વડે અસંખ્ય કીડીઓ ઉધઈ અને તેના ઈંડાનો ખાતમો બોલાવી દે છે. તેના શરીર પર હારબંધ ગોઠવાયેલું સખત ભીંગડા વાળું કવચ કેરોટીનનું બનેલું હોય છે.

આ આળસુ પ્રાણી દિવસના મોટેભાગે ઊંઘે છે અને રાત્રે નીકળે છે. પોતાનું રક્ષણ કરવા પૂંછડીનો ઉપયોગ કરે છે. શંકુ આકારનું મોઢું તેને દર, બખોલ અને રાફડામાં શિકાર કરવા માટે મદદરૂપ થાય છે. ભયજનક પરિસ્થિતિમાં પોતાનું શરીર ગોળ ફીંડલા-દડા જેમ વાળી દે છે અને રક્ષણ કરે છે. માનવજાતને બિલકુલ નુકસાનકારક નથી. વાડી અને જંગલ વિસ્તારમાં વસવાટ કરતું આ પ્રાણી તેના પગના નિશાન અને પૂંછડીના ઘસડાવાના નિશાન પરથી પોતાની હાજરીની સાબિતી આપે છે. 8થી 10 વર્ષનું આયુષ્ય ધરાવતું કીડીખાઉ, શાળવો અને પીંજારુ તરીકે પણ ઓળખાય છે. પૂંછડી સાથે એક મીટર જેટલી લંબાઈ ધરાવતું આ પ્રાણી શિયાળામાં પ્રજનન કરે છે અને પંચોતેર દિવસ જેટલો ગર્ભકાળ ધરાવે છે. તેમજ બચ્ચાને સ્તનપાન કરાવે છે.

કીડીખાઉ પોષણ કડીનો મહત્વનો જીવ છે. તેની ભીંગડા વાળી ચામડીને લીધે તેની તસ્કરી પણ થાય છે. આથી તે નામશેષ થવા જઈ રહ્યું છે. કીડીખાઉં ક્યાંય પણ જોવા મળે ત્યારે કોઈપણ જાતની છેડછાડ કર્યા વગર તેને પોતાના કુદરતી વાતાવરણમાં રહેવા દેવું. હાલ આ પ્રાણી દ્વારકા પંથકના ગામડામાં અવારનવાર જોવા મળે છે. એનો મતલબ કે આ વિસ્તાર તેને અનુકૂળ છે અને આ વિસ્તારની આ પ્રાકૃતિક સંપદા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular