- Advertisement -
ખેરગામ પત્રકાર સંઘ ના માજી પ્રમુખ અને વલસાડ ના બ્યુરો ચીફ હર્ષદ આહીર ના ઘરે રાત્રે દસેક વાગ્યા પછી ભાગડાવાડા ના માજી સરપંચ અને તાલુકા ભાજપના માજી પ્રમુખ ધર્મેશ પટેલ તથા સીસીટીવીના આધારે અન્ય ચાર જેટલા ઈસમોએ ધમાલ મચાવી મારામારી કરી હતી, પત્ની અને બાળકીને પણ અડફેટે લીધા હતા. જેની સામે વલસાડ જિલ્લાના પત્રકારોએ ભેગા મળીને રેલી સ્વરૂપે કલેકટરશ્રી, વલસાડ જિલ્લા પોલીસ વડાશ્રી વલસાડ ને આવેદનપત્રો આપી ઉગ્ર રજૂઆત કરી જવાબદારો સામે સખતમાં સખત પગલાં ભરવા માંગ કરી હતી, જેમાં ખેરગામ પત્રકાર સંઘના સભ્યો તથા પ્રમુખ વિનોદ મિસ્ત્રીએ પણ કલેકટરશ્રી અને જિલ્લા પોલીસ વડાને અલગ-અલગ આવેદનપત્ર આપી હિચકારા હુમલાને સખત શબ્દોમાં વખોડી આવા તોફાની તત્વોની સામે સખત પગલાં ભરવા અને આવા બનાવોનું પુનરાવર્તન નહીં થાય તે માટે પત્રકારોને રક્ષણ આપવા વિનંતી કરી હતી.
મંગળવારે સવારે ખેરગામ મામલતદાર મનીષ પટેલને પણ આવેદનપત્ર આપી મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને મોકલાવી પત્રકારોને રક્ષણ આપવા અને ગુનેગારોને જેર કરવા માંગ કરી હતી.
રિપોર્ટર : કાર્તિક બાવીશી, CN24NEWS, વલસાડ