Wednesday, August 4, 2021
Google search engine
HomeSample Page

Sample Page Title

ગુજરાતના વિવિધ વિસ્તારોમાં થઈ રહેલા પત્રકારોને અન્યાય સામે સરકાર ન્યાય આપે તેવી પત્રકાર એકતા સંગઠનની માંગ.
સમગ્ર દેશમાં જ્યારે કોરોના મહામારીને લઈ લોકડાઉનની સ્થિતિ બની છે. ત્યારે દેશના પત્રકારો છેવાડાના વિસ્તાર હોય કે પછી કોરોના પોઝિટિવનો વિસ્તાર હોય પરંતુ પોતાના પરિવાર અને પોતાની ચિંતા કર્યા વગર દેશના ખૂણે ખૂણેથી સમાચારોની અપડેટ આપતા હોય છે. સરકારની વાહવાહી હોય કે કોરોના મહામારીમા આરોગ્ય, પોલીસ તથા સેવાભાવી સંસ્થા, અધિકારીઓના સદકાર્યાની બિરદાવતા હોય છે. અને લોકો સુધી કાર્યોને લઈ જાય છે. જ્યારે કોઈ પણ પત્રકાર દ્વારા નાની સરખી ભૂલ થાય તો મોટી સજામા ફટકારવામાં આવી રહી છે. જ્યારે પત્રકારને સજા મળતા જ ગુજરાત ભરના પત્રકાર આલમ ને દિલમાં ઠેસ પહોંચે છે.
ત્યારે વાત કરીએ તાજેતરમાં ભરૂચ, રાજકોટ, નવસારી, તેમજ અમદાવાદ પત્રકારો સાથે ગેરવર્તણૂક તેમજ પોલીસ ફરિયાદ સામે આવી છે. જો કે તાજેતરમાં અમદાવાદમાં એક પત્રકાર સામે રાજદ્રોહનો કેસ લાગુ કરવામાં આવ્યો છે. તેને લઈ સમગ્ર પત્રકાર આલમ રોષે ભરાયો છે. પત્રકાર સંગઠનો દ્વારા આવેદન આપી પત્રકારોને ન્યાય મળે તે માટેના કાર્યો કરવામાં આવી રહ્યા છે. ત્યારે દિયોદર તાલુકાના પત્રકારો દ્વારા ગુજરાતના પત્રકાર પર થતા અન્યાય, હુમલા કે પોલીસ દ્વારા કે પછી સરકાર દ્વારા ખોટી સંડોવણી કરવામાં આવી રહી છે. ત્યારે ગુજરાત પત્રકાર એકતા સંગઠનના નેજા હેઠળ આજે દિયોદર મામલતદાર ને આવેદન પત્ર આપી સરકાર દ્વારા અને પોલીસ દ્વારા આવા ખોટા કેશ પાછા ખેંચી દેશની ચોથી જાગીરી સામે ન્યાય મળે તેવી માંગ સાથે દિયોદરના પ્રિન્ટ મીડિયા અને ઇલોકટ્રોનક મીડિયા દ્વાર મામલતદાર ને આવેદનપત્ર આપ્યું છે.
અહેવાલ : લલિત દરજી, CN24NEWS,  દિયોદર, બનાસકાંઠા 
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments