Friday, April 26, 2024
Homeચીખલી : ભાજપનાં વોટ્સપગ્રુપમાં મહાત્મા ગાંધીજીની અભદ્ર ટિપ્પણી કરાતા કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ દ્વારા પોલીસ...
Array

ચીખલી : ભાજપનાં વોટ્સપગ્રુપમાં મહાત્મા ગાંધીજીની અભદ્ર ટિપ્પણી કરાતા કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ દ્વારા પોલીસ માં અરજી કરવામાં આવી.

- Advertisement -

ચીખલી સહિતના તાલુકામાં સોસિયલ મીડિયામાં બીજેપી ચીખલીના વ્હોટ્સપગ્રૂપ ના નામે ફરતા થયેલ ફોટોમાં મહાત્મા ગાંધીજી બાબતે અસભ્ય ટિપ્પણી તેમજ નાથુરામ ગોડસે જીંદાબાદના નારાની ટિપ્પણી મુકવામાં આવી હતી. જે શરમજનક ઘટના બાબતે લોકો ટીકા કરી રહ્યા છે. ત્યારે ચીખલી તાલુકા કાર્યકારી કોંગ્રેશ પ્રમુખ શૈલેષ પટેલ દ્વારા પોલીસ મથકે અરજી કરી છે. જેમાં જણાવ્યા મુજબ ૨૯-૫-૨૦૨૦ ના રોજ બીજેપી ના રાજકીય વોટ્સએપ ગ્રુપ ઉપર ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી વિરુદ્ધ અભદ્ર ટિપ્પણીઓ કરેલ જે સ્ક્રીનશોટ સોસીયલ મીડિયામાં વાયરલ થયેલ જે બાબતે તેઓએ ચકાસણી કરતા ગ્રુપના એડમીન તથા ગ્રુપના અન્ય મેમ્બરોએ મહાત્મા ગાંધીજી વિશે અભદ્ર પોસ્ટ કરેલ છે. જેને લીધે લાગણી દુભાયેલ છે.

 

                     

 

તેમને અરજી માં વધુમાં જણાવ્યું હતું કે આવી પોસ્ટ ઇરાદાપૂર્વક મૂકીને વ્યમનુષ્ય ફેલાવી ને ઉશ્કેરણી કરેલ છે. ત્યારે મહાત્મા ગાંધી દેશના રાષ્ટ્રપિતા હોય આવા મહાપુરુષ વિરુદ્ધ ટિપ્પણી કરનારા વિરુદ્ઘ રાષ્ટ્રદોહ સહીત નો ગુનો દાખલ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે આ બાબતે ફરિયાદી જ્યારે ફરિયાદ આપવા ગયા ત્યારે ચીખલી પી.આઇ દ્વારા આ અરજી વલસાડ આપવી પડશે તેવી વાતો કરી અરજી ને ખો આપવાની કોશિશ કરી છતાં ફરિયાદી મક્કમ રહેતા અરજી સ્વીકારવાની ફરજ પડી હોવાનું જાણવા મળ્યું છે.

 

રિપોર્ટર : દિપક સોલંકી, CN24NEWS, ચીખલી, નવસારી

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular