વલસાડ : રાજ્ય સરકાર દ્વારા રીક્ષા ચાલકોને એપ્રન પહેરવાના ફરમાન સામે રીક્ષા ચાલકો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું.

0
19
સરકાર દ્વારા આ કાયદો પાછો ન લેવાય તો વલસાડ જિલ્લાના રીક્ષાચાલકો સુભાષચંદ્ર બોઝના રસ્તે આંદોલન છેડશે. એવી ચિમકી પણ તેમણે આવેદનપત્રમાં આપી હતી
રાજ્ય સરકાર દ્વારા રીક્ષા ચાલકોને એક સરખા આકાશી કલરના એપ્રન પહેરવાનું ફરમાન કર્યું હતુ. જેની સામે વલસાડના રીક્ષા ચાલકોએ આક્રોશ સાથે એક આવેદનપત્ર કલેક્ટરને સુપ્રત કર્યું હતુ. તેમણે સરકારના આ નિયમનો સખત શબ્દમાં વિરોધ કર્યો છે.
વલસાડ શહેર ઓટો રીક્ષા મંડળ સાથે વાપી અને ઉમરગામ રીક્ષા ચાલક એસોસિએશનના પ્રમુખ અને હોદ્દેદારોએ વલસાડ કલેક્ટર કચેરીમાં આજરોજ એક આવેદનપત્ર પાઠવ્યું હતુ. જેમાં તેમણે જણાવ્યું કે, લોકડાઉન દરમિયાન રીક્ષા ચાલકોની આર્થિક હાલત કફોડી બની હતી. હાલ ધંધો શરૂ થયા બાદ થોડા થોડા ખર્ચા નિકળી રહ્યા છે. આવા સમયે સરકારે આર્થિક સહાયના નામે લોલીપોપ આપી છે અને આત્મનિર્ભર યોજનાના નામે કોણી પર ગોળ લગાવ્યો છે. ત્યારબાદ હવે એપ્રન પહેરવાનો બોજ રીક્ષા ચાલકો પર નાખ્યો છે. જેનો વિરોધ રાજ્ય ભરમાં થઇ રહ્યો છે. સરકાર દ્વારા આ કાયદો પાછો ન લેવાય તો વલસાડ જિલ્લાના રીક્ષાચાલકો સુભાષચંદ્ર બોઝના રસ્તે આંદોલન છેડશે. એવી ચિમકી પણ તેમણે આવેદનપત્રમાં આપી હતી.
રિપોર્ટર : કાર્તિક બાવીશી, CN24NEWS, વલસાડ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here