સુરત : કિન્નર સમાજને તેમની ધાર્મિક તેમજ અંતિમક્રિયા માટે જમીન ફાળવવા બાબતે ‘સખી સહેલી ટ્રસ્ટ દ્વારા’ ક્લેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ.

0
0

શહેરમાં મોટી સંખ્યામાં કિન્નરો રહે છે. કિન્નર સમાજને તેમની ધાર્મિક તેમજ અંતિમક્રિયા માટે જમીન ફાળવવા બાબતે સખી સહેલી ટ્રસ્ટ દ્વારા સુરત કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. આવેદન આપવા મોટી સંખ્યામાં કિન્નર સમાજના લોકો હાજર રહ્યા હતા.

કિન્નરોની અંતિમવિધી અલગ રીતે થાય છે

સુરતમાં કિન્નર સમાજના સખી સહેલી ટ્રસ્ટ દ્વારા સુરત કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં કિન્નર સમાજને તેમની ધાર્મિક તેમજ અંતિમક્રિયા માટે જમીન ફાળવવા બાબતે માંગ કરવામાં આવી હતી. આવેદનપત્રમાં જણાવ્યું હતું કે સુરત શહેર અને તેની આજુબાજુના ગામોમાં મોટી સંખ્યામાં કિન્નર સમાજના લોકો વસે છે. કિન્નર સમાજની ધાર્મિક અને અંતિમ વિધિ સામાજિક રીત રીવાજોથી અલગ થતી હોય છે. તેમજ મૃત્યુ પછી તેઓના દેહને સમાધી અપાતી હોય છે.

નાનપુરાની જગ્યા નાની પડે છે

હાલ નાનપુરા વિસ્તારમાં એક જ જગ્યા છે.અને હાલ ત્યાં પણ જગ્યાની અછત સર્જાઈ છે. સુરતમાં 400થી વધુ કિન્નર સમાજના લોકો ઉધના, પાંડેસરા, ગોડાદરા વિસ્તારમાં રહે છે. ત્યારે કિન્નર સમાજને તેમની ધાર્મિક તેમજ અંતિમક્રિયા માટે જમીન ફાળવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here