દિયોદર : સરકારના વિવિધ વિભાગોમાં અટકી પડેલી ભરતી પ્રક્રિયાને પુન: શરૂ કરવા માટે મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યું.

0
2
સમગ્ર ગુજરાતમાં લગભગ ત્રણથી ચાર વર્ષથી ગુજરાત સરકાર દ્વારા જાહેર સરકારી ભરતીઓ કોઈ કારણસર અટકાવી દેવામાં આવેલ છે. અમુક ભરતીઓ એવી છે કે જેમાં ઘણા મહિનાઓથી અમુક વર્ષોથી તમામ ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે ફક્ત નિમણૂક આપવાની બાકી છે. તો પણ સરકારશ્રી દ્વારા કોઈ ધ્યાન દોરવામાં આવતું નથી ત્યારે આજે ગુજરાત ના  બેરોજગાર યુવાન દ્વારા  કેટલીક માંગણીઓ સાથે દિયોદર મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આવેદનપત્ર માં કેટલીક માંગણી જેવી કે..
(1) જે ભરતી માત્ર નિમણૂક આપવાની બાકી છે તે નિમણૂક આપવામાં આવે.
(2) જે ભરતીની પ્રાથમિક મુખ્ય પરીક્ષા કોમ્પ્યુટર ટેસ્ટ ,જે ઈન્ટરવ્યું  થઈ ગયા છે તેના પરિણામ જાહેર કરવામાં આવે.
(3) જે ભરતી જાહેરાત થઈ ગઈ છે પરંતુ તેની પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવેલ નથી તો તેની સત્વરે તારીખ જાહેર કરવામાં આવે.
(4)૦૧/૦૮/૧૮  ના. જી. આર.નું કારણ આપી ને અટકાવેલી છે તો આ વિવાદિત જી.આર. નું બંધારણ ની રીતે નિરાકરણ આવે.
(5)સરકારની ઢીલાશ કારણે કેટલાક ઉમેદવારોના વય મર્યાદા પૂરી થઈ છે તેવા ઉમેદવારો ને  વયમર્યાદામાં છૂટછાટ મળે તેવી માંગણીઓ ગુજરાત ના બેરોજગાર યુવાનો દ્વારા  દિયોદર મામલતદારને આવેદનપત્ર આપ્યું છે..
અહેવાલ : લલિત દરજી, CN24NEWS, દિયોદર, બનાસકાંઠા