Saturday, September 18, 2021
Homeપઠાણકોટ નજીક રણજીત સાગર તળાવમાં સેનાનું હેલિકોપ્ટર થયું ક્રેશ
Array

પઠાણકોટ નજીક રણજીત સાગર તળાવમાં સેનાનું હેલિકોપ્ટર થયું ક્રેશ

મંગળવારે પઠાણકોટ નજીક રણજીત સાગર તળાવમાં સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. પાયલોટ અને સહ-પાયલોટ સુરક્ષિત છે. NDRF અને પોલીસનું રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, 254 આર્મીના ઉડ્ડયન સ્ક્વોડ્રોનનું હેલિકોપ્ટરે સવારે 10:20 વાગ્યે મામુન કેન્ટથી ઉડાન ભરી હતી. હેલિકોપ્ટર રણજીત સાગર તળાવ ઉપર ખૂબ નીચે ઉડાન ભરી રહ્યું હતું અને તે સમયે જ ક્રેશ થયું હતું.

તરવૈયાઓની મદદથી શોધખોળ ચાલુ

સેનાના સૂત્રોના જણાવ્યા અનુસાર, પઠાણકોટને અડીને આવેલા જમ્મુ -કાશ્મીર વિસ્તારમાં રણજીત સાગર ડેમ નજીક સૈનિકો હેલિકોપ્ટર દ્વારા પેટ્રોલિંગ કરી રહ્યા હતા. ડેમમાં બોટ તરવૈયાઓ મદદથી હેલિકોપ્ટરની શોધખોળ ચાલુ છે. તળાવની વધુ ઉંડાઈને કારણે હેલિકોપ્ટરનું લોકેશન જાણી શકાયું નથી.

6 મહિના પહેલા પઠાણકોટથી જઈ રહેલું એક એડવાન્સ હેલિકોપ્ટર ક્રેશ થયું હતું

આ વર્ષે જાન્યુઆરીમાં જમ્મુ અને કાશ્મીરના કઠુઆમાં ભારતીય સેનાનું એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર (ALH) ધ્રુવ ક્રેશ થયું હતું. હેલિકોપ્ટરના બંને પાયલોટ ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને નજીકની મિલિટરી બેઝ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન એક પાયલટે જીવ ગુમાવ્યો હતો.

ઇન્ડિયન આર્મીનું ધ્રુવ હેલિકોપ્ટર કઠુઆના લખનપુર વિસ્તારમાં કેશ થયું હતું. ધ્રુવ હેલિકોપ્ટરને ભારતમાં વિકસિત કરવામાં આવ્યું ચે. તેણે હિંદુસ્તાન એરોનોટિકલ લિમિટેડ (HAL)ના લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર (LCH) પ્રોજેકટ હેઠળ તૈયાર કરવામાં આવ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments