બિકાનેર : સેનાની ગાડીને નડ્યો અકસ્માત, રિતિક રોશન સાથે કામ કરનારા કર્નલ સહિત ત્રણના મોત

0
0

રાજસ્થાનના જયપુર-બિકાનેર નેશનલ હાઈવે પર સેનાની ગાડીને ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. જેમાં બે અધિકારી સહિત ત્રણના મોત નીપજ્યાં છે. હાઇવે પર અચાનક ગાય આવી જતા આ દુર્ઘટના સર્જાઇ હતી. આ દુર્ઘટના બિકાનેરથી જયપુર બાજુ કુલ 40 કિલોમીટર દુર જોધા ગામની નજીક બની હતી.

મળતી વિગત મુજબ, બિકાનેરથી જિલ્લાના શ્રીડૂંગરગઢ઼ નજીક હાઇવે પર ગાય આવી જતા સેનાની ગાડી અસંતુલીત થઈને પલટી મારી ગઈ હતા. આ અકસ્માતમાં સેનાની 19 સીખ લાઈટ ઈન્ફેંટ્રીના કર્નલ એમએસ ચૌહાણ અને મેજર નીરજનું મોત નીપજ્યું છે. જ્યારે મેજર નીરજની સાથે એક જવાનનું પણ મોત થયું છે.

દુર્ઘટનામાં સેનાની ગાડીના ફૂરચે ફૂરચા ઉડી ગયા હતા. બંને અધિકારીઓને ગંભીર હાલતમાં બીકાનેરની પીબીએમ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ ઘટનામાં બે સૈનિકો પણ ઘાયલ થયા છે. માર્ગ અકસ્માતમાં દેશના આ બંને સપૂતોના નિધન બાદ સમગ્ર વિસ્તારમાં નિરાશા જોવા મળી હતી.

પૂર્વ સેના પ્રમુખ વેદ મલિકે આ દુર્ઘટના અંગે ટ્વિટ કરી માહિતી આપી હતી. તેમણે દુ:ખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ રોડ દુર્ઘટનામાં સેનાના અનમોલે જીવ ગુમાવી દીધો છે. હાલ તો દુર્ઘટનાને લઈને સેના તરફથી કોઈ અધિકારીક નિવેદન નથી આવ્યું. જો કે, સોશયલ મીડિયા ઉપર દુર્ઘટનાના ફોટાની સાથે સેનાના અધિકારીઓના મોતના સમાચારો વાઈરલ થઈ રહ્યાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here