બનાસકાંઠા : લાખણી તાલુકામાં કોરોનાના ૩ પોઝીટીવ કેશ આવતા ચિંતાનો માહોલ.

0
8
લાખણી : કોરોના નામનો દાનવ હવે ગામડાઓમાં પ્રવેશ કરી ચુક્યો છે આ દાનવને અટકાવવા માટે લોકોમાં સાવધાની અને જાગૃતિ રાખવી અનિવાર્ય છે આ કોરોનાએ જિલ્લાને બાન માં લીધો છે ત્યારે લાખણી તાલુકામાં પણ કોરોનાનો પ્રવેશ થઈ જતાં તાલુકાના પ્રજાજનોમાં ચિંતા પ્રસરી ગઈ છે લાખણી તાલુકાના ગેળા ગામમાં કંચનબેન રમેશભાઈ શાહ અને કુમારપાળ રમેશભાઈ શાહ જ્યારે કુડા ગામના રત્નાભાઈ જોરાભાઈ ચૌધરી ને કોરોના પોઝીટીવ આવતા તેમને સારવાર અર્થે ઘસેડાયા છે અને તેમના પરિવારને કોરોન્ટાઇન કરેલ છે આરોગ્ય વિભાગ હરકતમાં આવીને તાત્કાલિક અસરથી કામગીરી હાથ ધરી હતી અને લાખણી મામલતદાર ડી.સી.પરમાર પણ તરત જ કોરોના પોઝીટીવ કેશ આવેલ પરિવારોની રૂબરૂ મુલાકાત લીધી હતી અને યોગ્ય સલાહ સુચન કર્યું હતું.

લાખણી તાલુકામાં કોરોના પ્રવેશ કર્યો હોવાના અહેવાલથી લોકોમાં ભય ફેલાયો છે ત્યારે આ અંગે મામલતદાર ડી.સી.પરમારે લોકોને અપીલ કરતાં જણાવ્યું છે કે લોકોએ ડરવાની જરૂર નથી પણ સાવધાની અને જાગૃતિ રાખવાની જરૂર છે સરકારની ગાઈડલાઈન નું ચુસ્ત પાલન કરો અને બિનજરૂરી ઘર બહાર ન નીકળો આપણે સૌએ સાવધાની રાખીને કોરોનાને હરાવવાનો છે.

અહેવાલ : મુકેશ સોની, CN24NEWS, લાખણી, બનાસકાંઠા