Monday, September 26, 2022
Homeઆંતરરાષ્ટ્રીય યોગ દિવસ , હેપ્પી ફાધર્સ ડે અને સૂર્યગ્રહણ નો સુભગ સમન્વય
Array

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ , હેપ્પી ફાધર્સ ડે અને સૂર્યગ્રહણ નો સુભગ સમન્વય

- Advertisement -
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ , હેપ્પી ફાધર્સ ડે અને સૂર્યગ્રહણ નો સુભગ સમન્વય એટલે એકવીસ જુન.  આ દિવસે ઉત્તર ભારતમાં સંપૂર્ણ સૂર્યગ્રહણ અને ગુજરાતમાં ૮૦% સુર્યગ્રહણ દેખાયું હતું.
આ સૂર્યગ્રહણ નરી આંખે જોઈએ તો આંખોને નુકસાન થવાની સંભાવના હોય છે. તેથી હળવદની તક્ષશિલા વિદ્યાલયમાં ‘ ઇક્લિપ્સ વ્યુઅર ‘ ચશ્મા થી સૂર્યગ્રહણ દેખાડવામાં આવેલ. ઇંદોરના વૈજ્ઞાનિક શ્રી સૂર્યપ્રકાશ જયસ્વાલના માર્ગદર્શન થી આ વિશેષ ચશ્મા તક્ષશિલા વિદ્યાલય મા ચાલતી અટલ ટિંકરિંગ લેબને ભેટ મળેલ હતા જેનો આજે ખરા અર્થમાં ઉપયોગ થયો.
અટલ ટિંકરિંગ લેબોરેટરી દ્વારા આજે સૂર્યગ્રહણ ને ચંદ્રગ્રહણ વિશે પચ્ચીસ ગુણની ઓનલાઈન ક્વિઝ પણ યોજવામાં આવી અને વિજ્ઞાન વિષયમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે તે માટે આ ક્વિઝ આપનાર તમામ વિદ્યાર્થીઓ, વાલીઓ અને અન્ય વ્યક્તિઓ ને ઓનલાઈન સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવ્યા.
રિપોર્ટર : રોહિત પટેલ, CN24NEWS, હળવદ, મોરબી 
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular