આરોગ્ય : આયુર્વેદિક પદ્ધતિથી આંખોની સારવાર કરતી હોસ્પિટલ 21 સપ્ટેમ્બરે વડોદરામાં શરૂ થશે

0
0

વડોદરા: દેશમાં 23થી વધુ આયુર્વેદિક પદ્ધતિથી આંખોની હોસ્પિટલ ધરાવતી શ્રીધરીયમ આયુર્વેદિક આઇ કેર હોસ્પિટલ ગુજરાતમાં પ્રથમ વડોદરા ખાતે હોસ્પિટલ શરૂ કરી રહી છે. આ હોસ્પિટલ સંચાલકોનું સમગ્ર દેશમાં 100 હોસ્પિટલો શરૂ કરવાનું લક્ષ્યાંક છે.

શ્રીધીરીયમ હોસ્પિટલ 1931થી કાર્યરત છે

એક્ઝીક્યુટીવ ડાયરેક્ટર શ્રીજીથ નંબૂથિરીએ જણાવ્યું હતું કે, શ્રીધીરીયમ હોસ્પિટલ 1931થી કાર્યરત છે. શ્રીધરીયમ હોસ્પિટલમાં કોઇ પણ ઉંમરની વ્યક્તિ માટેની સારવાર પૂરી પાડવામાં આવે છે. હોસ્પિટલમાં મેક્યુલાર ડીજનરેશન, ગ્લોકામા, એસ્ટિગ્મેટિઝમ, અને ઓપ્ટિક નુયોપથી અને ડાયેબેટિક રેટિનોપી જેવી સારવાર પૂરી પાડવામાં આવે છે. આ હોસ્પિટલના કેન્દ્રો દિલ્હી, મુંબઇ, ચેન્નાઇ, બેંગાલુરુ, બોપાલ, જયપુર, કોચી, કોઇમ્બતુર સહિત ભારતના વિવિધ શહેરોમાં અને નગરોમાં ચાલી રહ્યા છે. જેમાં એક હવે વડોદરાના સમા-સાવલી રોડ ઉપર સિધ્ધાર્થ એનેક્સમાં તા.21 સપ્ટેમ્બરથી શરૂ થઇ રહ્યું છે.

આયુર્વેદિક સાથે મોડર્ન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે

તેમણે વધુમાં જણાવ્યું કે, અમારી હોસ્પિટલમાં આયુર્વેદિક સાથે મોડર્ન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે. મોર્ડન ટેકનોલોજીનો ઉપયોગ માત્ર આંખોની બિમારી જાણવા માટે ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ, તપાસ બાદ સબંધિત બિમારીની સારવાર આયુર્વેદિક દવાઓનોજ ઉપયોગ કરવામાં આવે છે. અત્યાર સુધીમાં 1 લાખ ઉપરાંત આંખોના દર્દીઓની સારવાર આપવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here