સુરેન્દ્રનગર : માલવણ હાઇવે પર ડમ્પર પાછળ ઇકો કાર ઘૂસતાં સળગી.

0
6

સુરેન્દ્રનગરના માલવણ હાઇવે પર આજે ગમખ્વાર અકસ્માત બાદ ગાડી સળગી જતાં એમાં સવાર 5 લોકો જીવતા ભુંજાઈ ગયા છે. આગળ જતાં ડમ્પર પાછળ ઈકો કાર ઘૂસતાં કારમાં સ્પાર્ક થવાથી આગ ફાટી નીકળી હતી. અકસ્માતમાં ઘવાયેલા લોકો કારની બહાર ન નીકળી શકતાં કારમાં સવાર લોકો અને ડ્રાઈવર સહિત તમામ આગની ઝપેટમાં આવી જતાં મોતને ભેટ્યા હતા. બજાણા પોલીસ ઘટનાસ્થળે પહોંચીને અકસ્માતની તપાસ હાથ ધરી રહી છે.