Sunday, July 20, 2025
HomeUncategorizedGUJARAT : પ્રાંતિજ ના કતપુર ટોલટેક્સ પાસે ઇકો કાલકે બે વાહનો સહિત...

GUJARAT : પ્રાંતિજ ના કતપુર ટોલટેક્સ પાસે ઇકો કાલકે બે વાહનો સહિત બે ને અડફેટે લીધા

- Advertisement -

– ટાયર ફાટતા સ્ટેરીંગ ઉપર થી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો
– રોડ ની સાઈડ મા બાઇક અને એકટીવા ઉપર બેસીને ફાસ્ટેક નુ કામ કરતા બેને કચડયા
– બન્ને યુવકોને જીવલેણ ઇજાઓ પોહચતા ટોલટેક્સ ની એમ્બ્યુલન્સ મા સારવાર અર્થે ખસેડાયા
– બન્ને ઇજા ગસ્તો ને પહેલા પ્રાંતિજ અને વધુ સારવાર અર્થે હિંમતનગર ખસેડવામા આવ્યા
– એકટીવા નો આગળનો ભાગ કુંચડો થઈ ગયો
– ઇકો કાર નો આગળ નો કાચ ફુટી ગયો આગળ નો ભાગ કુંચડો થઈ ગયો
– બાઇક ને પણ નુકસાન થયુ
– ઇકો ચાલક અમદાવાદ થી પ્રાંતિજ તરફ આવતો હતો

અમદાવાદ-હિંમતનગર નેશનલ હાઇવે-૪૮ પ્રાંતિજ ના કતપુર ટોલટેક્સ પાસે અમદાવાદ તરફ થી ફુલફાસ્ટ આવતી ઇકો કાર નંબર- GJ09BG ૫૯૦૭ નુ ટાયર ફાટતા ઇકો ચાલકે સ્ટેરીંગ ઉપર મંગળવારે બપોરે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો.થી કાબુ ગુમાવતા ટોલટેક્સ પાસે રોડ ની સાઈડ મા ગાડીઓનુ ફાસ્ટેક કરતા બે યુવાનો એક એકટીવા અને બીજો યુવાન બાઇક ઉપર બેઠેલ હતા તે દરમ્યાન ઈકો ચાલકે બાઇક અને એકટીવા ઉપર બેઠેલ બને યુવાનો ને કચડયા હતા તો ફાસ્ટેક નુ કામ કરતા ધાર્મિક તથા રાજન બન્ને ને જીવલેણ ઇજાઓ પોહચી હતી તો અકસ્માત ને લઈ ને આજુબાજુ માંથી લોકો દોડી આવ્યા હતા અને ટોલટેક્સ ની ૧૦૩૩ એમ્બ્યુલન્સ દ્રારા બન્ને ને તાત્કાલિક પ્રાંતિજ અને વધુ સારવાર માટે હિંમતનગર ખાતે ખસેડવામા આવ્યા હતા તો અકસ્માત મા એકટીવા નંબર-GJ09DN ૯૮૯૩ નો આગળનો ભાગ કુંચડો થઈ ગયો હતો તો ઈકો કાર નો આગળ નો કાચ ફુટી ગયો હતો અને ઇકોનો આગળનો ભાગ કુંચડો થઈ ગયો હતો તો બાઇક નંબર-GJ09 OM ૫૭૯૫ ને પણ નુકસાન થયુ હતુ

 

REPORTER : ઉમંગ રાવલ સાબરકાંઠા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular