બોટાદ : રાણપુરમાં પાળીયાદ રોડ પર ટ્રકની અડફેટે જસદણના વૃદ્ધ દંપતીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું

0
0

બોટાદ જિલ્લાના રાણપુર ગામના પાળીયાદ રોડ પર ટ્રકની અડફેટે આવી જતા વૃદ્ધ દંપતીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરી હતી. પોલીસે સ્થળ પર પહોંચી પીએમ સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

વૃદ્ધ દંપતી લીંબડી દર્શન કરવા માટે જઈ રહ્યાં હતા

ઘટનાની વિગત અનુસાર બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં પાળીયાદ રોડ પરથી વૃદ્ધ દંપતી પગપાળા હાથ લારી લઈને જસદણથી લીંબડી દર્શન કરવા જઈ રહ્યાં હતા. તે દરમિયાન અચાનક ટ્રકચાલકે ટક્કર મારતા બંનેના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં.

અકસ્માતના પગલે લોકો એકઠા થઈ ગયા

અકસ્માતની ઘટનાના પગલે લોકો એકઠા થઈ ગયા હતા અને ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. જેથી પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને બંનેના મૃતદેહને પીએમ માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતક દંપતી જસદણના પ્રજાપતિ સમાજના હોવાનું જાણવા મળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here