Thursday, August 5, 2021
No menu items!
Homeવડોદરા : ઉંડેરા ગામમાં મહાકાળી માતાના મંદિરે દર્શન કરી પરત ફરતા સાઈકલ...
Array

વડોદરા : ઉંડેરા ગામમાં મહાકાળી માતાના મંદિરે દર્શન કરી પરત ફરતા સાઈકલ સવાર વૃદ્ધનું અજાણ્યા વાહનની અડફેટે મોત

વડોદરા શહેર નજીક આવેલા ઉંડેરા ગામમાં માતાજીના મંદિરે દર્શન કરી પરત ફરી રહેલા સાઈકલ સવાર વૃદ્ધને અજાણ્યા વાહને અડફેટે લેતા તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. છેલ્લા 5 દિવસથી સારવાર પર રહેલા વૃદ્ધનું મોત થતાં પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને આરોપીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યાં છે.

અજાણ્યો વાહન ચાલક વૃદ્ધને અડફેટે લઈને નાસી છૂટ્યો હતો

30 ડિસેમ્બરના રોજ વડોદરા શહેરના ઉંડેરા ખાતેની નવી વસાહતમાં રહેતા 63 વર્ષીય રતનસિંહ ચૌહાણ ઉંડેરા ખાતે તળાવ નજીક આવેલ મહાકાળી માતાના મંદિરે દર્શન કરી સાઈકલ લઇને પરત ઘરે ફરી રહ્યા હતા, તે દરમિયાન નાળા પાસે કોઈ અજાણ્યા વાહને તેમને અડફેટે લેતા અકસ્માત થયો હતો અને ચાલક ત્યાંથી નાસી છૂટ્યો હતો.

હોસ્પિટલમાં સારવાર દરમિયાન વૃદ્ધનું મોત થયું

રતનસિંહ ચૌહાણને માથાના ભાગે ગંભીર ઈજા થતાં 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મોત થતાં જવાહરનગર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments