બનાસકાંઠા : કાંકરેજ તાલુકાના જમણા પાદર અગિયાર વર્ષીય બાળક ને સાપે દંશ દેતાં મોત

0
63

બનાસકાંઠા : કાંકરેજ તાલુકાના જમણા પાદર અગિયાર વર્ષીય બાળક ને સાપે દંશ દેતાં મોત

 

કાંકરેજ તાલુકાના જમણા પાદર ગામે એક અગિયાર વર્ષીય બાળક ને સાપે દંશ દેતાં મોત થયું હતું અને શિહોરી પોલીસે એડી નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જોકે સવાર ના સમયે મૃતક વિક્રમ ઠાકોર પોતાના દફતર લેશન કરવા માટે લેવા ગયો હતો ત્યારે ઘરમાં એરંડા ની બોરીઓ પડી હતી ત્યાંથી તેને સાપ કરડ્યો સે એવું તેના પિતા ચંદનજી ને કહેતા તરતજ તેને દવાખાને લઈ જવામાટે રવાના થયા હતા ત્યારે રસ્તામાં વાયડ ગામ પાસે મોત થયું હતું અને પછી શિહોરી રેફરલ હોસ્પિટલમાં પીએમ માટે લાવવામાં આવ્યો હતો આમ પાંચમા ધોરણમાં અભ્યાસ કરવા માટે જતો વિદ્યાર્થી ને સાપે દંશ દેતાં અરેરાટી વ્યાપી જવા પામી હતી ત્યારે ઘટના અંગે ગામમાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી.

 

રિપોર્ટર : ગીરીશ જોષી, CN24NEWS, બનાસકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here