Thursday, August 5, 2021
No menu items!
Homeસેવાનિવૃત્ત : સુપ્રીમકોર્ટના જસ્ટિસ અરુણ મિશ્રાની ભાવુક વિદાય, જસ્ટિસ મિશ્રાએ કહ્યું- કોઇને...
Array

સેવાનિવૃત્ત : સુપ્રીમકોર્ટના જસ્ટિસ અરુણ મિશ્રાની ભાવુક વિદાય, જસ્ટિસ મિશ્રાએ કહ્યું- કોઇને ઠેસ પહોંચી હોય તો માફ કરજો’

સુપ્રીમકોર્ટના ઘણા મહત્ત્વપૂર્ણ ચુકાદા માટે ચર્ચામાં રહેલા જસ્ટિસ અરુણ મિશ્રા બુધવારે સેવાનિવૃત્ત થયા. સુપ્રીમકોર્ટની પરંપરા અનુસાર કાર્યકાળના છેલ્લા દિવસે જસ્ટિસ મિશ્રા ચીફ જસ્ટિસ એસ. એ. બોબડેની બેન્ચમાં બેઠા અને તેમને વર્ચ્યુઅલ વિદાય અપાઇ. ચીફ જસ્ટિસ બોબડેએ કહ્યું કે આ વિચિત્ર સંયોગ છે કે હું પહેલી વાર જસ્ટિસ મિશ્રા સાથે બેન્ચ પર બેઠો છું. તેઓ તેમનાં કર્તવ્યોનું પાલન કરવામાં સાહસ અને ધૈર્યના પ્રતીક રહ્યા છે.

જસ્ટિસ મિશ્રાએ કહ્યું, હું બારના સભ્યો પાસેથી ઘણું બધું શીખ્યો છું. મેં દરેક કેસમાં કાયમ મારા અંતરાત્માનો અવાજ સાંભળ્યો. ક્યારેક હું બહુ કઠોર રહ્યો છું. તેનાથી જો કોઇને ઠેસ પહોંચી હોય તો કૃપા કરીને મને માફ કરજો. તેમણે પ્રશાંત ભૂષણ કેસનું નામ લીધા વિના કહ્યું કે તાજેતરમાં કોર્ટના અનાદરના કેસમાં એટર્ની જનરલ ઇચ્છતા હતા કે દોષિતને સજા ન કરવામાં આવે, પરંતુ તે ખૂબ જરૂરી હતું.

આ અગાઉ વિદાય ભાષણની શરૂઆત કરતા એટર્ની જનરલ કે. કે. વેણુગોપાલે જસ્ટિસ મિશ્રાની મુક્તકંઠે પ્રશંસા કરતા કહ્યું કે જસ્ટિસ મિશ્રા ખરા અર્થમાં એક આયર્ન જજ છે. અમને સુપ્રીમકોર્ટમાં તેમની ખોટ સાલશે.

વકીલ દુષ્યંત દવેને ન બોલવા દેવાયા, ચીફ જસ્ટિસને પત્ર લખ્યો

વર્ચ્યુઅલ વિદાયમાં સુપ્રીમકોર્ટ બાર એસો.ના અધ્યક્ષ દુષ્યંત દવે પણ હતા પરંતુ તેમને બોલવાની તક ન અપાઇ કે સુપ્રીમકોર્ટ રજિસ્ટ્રીએ તેમનું માઇક અનમ્યૂટ પણ ન કર્યું. તેમણે ચીફ જસ્ટિસ બોબડેને પત્ર લખીને નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે સુપ્રીમકોર્ટ હવે એ સ્તરે આવી ગઇ છે કે જજ બાર એસો.થી કતરાય છે. આ બનાવથી મને વ્યક્તિગત રીતે દુ:ખ થયું છે. હવે હું ડિસેમ્બરમાં મારો કાર્યકાળ પૂરો ન થાય ત્યાં સુધી સુપ્રીમકોર્ટના એકેય જજના વિદાય સમારંભમાં ભાગ નહીં લઉં.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments