અમીર નથી તો પણ શું થયું !! જરૂરિયાત મંદ પરિવારોની મદદ થઈ શકે છે એનું ઉત્તમ ઉદાહરણ

0
10
સમગ્ર ગુજરાત માં કોરોના એ હાહાકાર મચાવી દીધો છે સરકાર વિવિધ નિર્ણયો લઇ કોરોના ને ડામવા માટે ના પ્રયત્નો કરી રહી છે. જોકે વાત કરીએ તો અત્યારે આ મહામારી થી બચવા માટે સમગ્ર ગુજરાત સહિત દેશમાં માનવતાનાં દર્શન થઈ રહ્યા છે વિવિધ ગ્રુપો  સંસ્થાઓ અત્યારે ગરીબ પરિવાર ની મદદ કરી રહી છે.કેટલીય સંસ્થાઓ મુખ્યમંત્રી રાહત ફંડ માં પણ ઉદાર હાથે દાન આપી રહી છે. ત્યારે વાત કરીએ એવા વ્યક્તિની કે નથી અમીર કે નથી ચલાવતા કોઈ સંસ્થા !!!
બનાસકાંઠા જિલ્લાના કાંકરેજના નાથપુરા ગામના અલ્કેશ ભાઈ શાહ હાલ સુરત ના કતારગામે  રહે છે. ત્યાં રોજના ૫૦ થી ૭૦ જરૂરિયાત મંદ પરિવારો અનાજ કીટ આપી રહ્યા છે. અત્યાર સુધી ૮૦૦ થી વધુ કીટ નું વિતરણ કરી ચુક્યા છે. ખરેખર અલકેસ ભાઈ દ્વારા કરવામાં આવી રહેલી કામગીરી સરાહનીય છે. એક ઉત્તમ ઉદાહરણ મળી રહ્યું છે કે અમીર નથી તો શું થયું !! જરૂરીયાત મંદ પરિવારની મદદ થઈ શકે. આ કામગીરીથી બીજા લોકો પ્રેરાઈ ગરીબ પરિવારની મદદ કરી શકે છે…..
અહેવાલ : લલિત દરજી, CN24NEWS, દિયોદર, બનાસકાંઠા 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here