- Advertisement -
ગુજરાત વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ભાજપ, કોંગ્રેસ સહિતના પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે અમરેલી શહેરમાં કોંગ્રેસ દ્વારા ચિંતન શિબિર યોજી બેઠક કરવામાં આવી હતી. કોંગ્રેસ પક્ષ પોતાનું સંગઠન મજબૂત કરવા માટે ચિંતન શિબિર યોજી રહી છે. જેમાં પ્રભારીઓ પણ ઉપસ્થિત રહ્યા છે. શહેરમાં આજે કોંગ્રેસ કાર્યાલય ખાતે કારોબારી બેઠક મળી હતી.
રાષ્ટ્રીય સચિવ અને સૌરાષ્ટ્ર કોંગ્રેસ સંગઠનના પ્રભારી રામકીશનના અધ્યક્ષ સ્થાને બેઠક મળી હતી. જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને આગામી 2022 વિધાનસભા ચૂંટણીને લઈ ચિંતન કર્યું હતું. 2022ની વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે કોંગી કાર્યકરોનું સંગઠન મજબૂત થાય તેમજ બુથ ઉપર કેવી રીતે મતદાન ઝડપથી કરાવી શકાય સહિતનું જરૂરી માર્ગદર્શન વિવિધ કાર્યકરોને આપવામાં આવ્યું હતું.