ઝોમેટો ડિલીવરી બોય મારઝૂડ કેસમાં હવે મહિલા સામે FIR દાખલ કરવામાં આવી

0
4

બેંગ્લુરુમાં ઝોમેટો ડિલિવરી બોય મારપીટ ઘટનામાં કેસ ઉલટો પડતો દેખાય છે. આ ઘટનામાં હવે મહિલા સામે FIR દાખલ કરવામાં આવી છે. મહિલા પર ડિલીવરી બોય સાથે મારઝુડ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ઈલેક્ટ્રોનિક સિટી પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલી ફરિયાદ પ્રમાણે આરોપી મહિલાએ ડિલીવરી બોયને ચપ્પલ વડે માર માર્યો હતો, અપશબ્દો કહ્યાં હતા અને બાદમાં તેની સામે ખોટી ફરિયાદ દાખલ કરાવી હતી.

હકીકતમાં કન્ટેન્ટ ક્રિએટર હિતેશા ચંદ્રાનીએ સોશિયલ મીડિયા પર વીડિયો નાંખી આરોપ લગાવ્યો હતો કે ઝોમેટોના ડિલીવરી બોયે તેના ચહેરા પર પંચ માર્યો હતો. ત્યારબાદ આ ઘટનાને લઈ વ્યાપક ચર્ચા થવા લાગી હતી. ઓર્ડર કેન્સલ કરવાને લીધે યુવતી પર હુમલો કરવાના આરોપમાં ડિલીવરી બોયની બુધવારે ધરપકડ કરવામાં આવી હતી. ડિલીવરી બોય કામરાજનો દાવો છે કે યુવતીએ પોતાને ઈજા પહોંચાડી હતી.

બિલકુલ વિપરીત છે ડિલીવરી બોયનું નિવેદન

કામરાજે કહ્યું કે ટ્રાફિકને લીધે ડિલીવરી લેટ થવાના સંજોગોમાં મે પહેલા તેની માફી માંગી, પણ તે સતત મારી સાથે મોડા આવવા બદલ ઝઘડો કરતી રહી. યુવતીએ મને પૈસા આપવાનો પણ ઈન્કાર કર્યો તો મે ખાવાનું પાછું કરવા કહ્યું, પણ તેણે ખાવાનું પાછુ આપ્યું નહીં. તે સમયે તેણે ચપ્પલથી મને મારવાનો પ્રયત્ન કર્યો. જ્યારે હું મારી જાતને બચાવવા જઈ રહ્યો હતો ત્યારે છોકરીને તેનો જ હાથ મોઢા પર લાગી ગયો અને રિંગને લીધે ઈજાગ્રસ્ત થઈ ગઈ. ડિલીવરી બોયનું આ નિવેદન સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર કેટલાક લોકો કામરાજનો પક્ષ લઈ રહ્યા છે.

પરિણીતિ ચોપડાએ પણ અપીલ કરી હતી

પરિણીતિ ચોપડાએ બેંગ્લુરુમાં કન્ટેન્ટ ક્રિએટર હિતેશ ચંદ્રાની પર હુમલો કરવાના આરોપમાં ધરપકડ કરાયેલા ડિલીવરી બોય કામરાજને લઈ ચિંતા વ્યક્ત કરી છે. તેમણે ફૂડ ડિલીવરી કંપની ઝોમેટોને અપીલ કરતા લખ્યું હતું કે ઘટનાની તપાસ કરાવો અને તેને જાહેર કરો. જો આ વ્યક્તિ નિર્દોષ છે (અને મને લાગે છે કે તે છે) તો પ્લીઝ તે મહિલાને સજા અપાવવામાં અમારી મદદ કરો. તે અમાનવીય, શરમજનક તથા હૃદય તોડનાર છે. કૃપા કરી જણાવો કે પ્લીઝ જણાવો કે હું તમારી કેવી રીતે મદદ કરી શકું છું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here