શબાના આઝમીના ડ્રાઈવર સામે FIR નોંધાઈ, અકસ્માત માટે લાગ્યા ગંભીર આરોપ

0
27

બોલિવુડ અભિનેત્રી શબાના આઝમી મોટા રોડ અકસ્માતનો શિકાર બની ગયા. મુંબઈ-પૂણે હાઈવે પર તેમની ગાડીનો અકસ્માત થઈ ગયો. આ દૂર્ઘટનામાં શબાનાને ગંભીર ઈજાઓ થઈ છે. વળી, દૂર્ઘટના બાદ હવે તેમના ડ્રાઈવર સામે કેસ નોંધવામાં આવ્યો છે. આ અકસ્માત માટે તેમના ડ્રાઈવર પર ગંભીર આરોપ લાગ્યા છે અને કેસ નોંધવામાં આવ્યો છે. જે ટ્રકથી શબાના આઝમીની કારનો અકસ્માત થયો તે ટ્રક ડ્રાઈવરે કાર ડ્રાઈવર સામે આરોપ લગાવ્યો.

શબાના આઝમીના ડ્રાઈવર સામે FIR નોંધાઈ, અકસ્માત માટે લાગ્યા ગંભીર આરોપ
શબાનાના ડ્રાઈવર પર લાગ્યા આરોપ

ટ્રક ડ્રાઈવર તરફથી કરવામાં આવેલ ફરિયાદમાં કહેવામાં આવ્યુ છે કે અભિનેત્રીનો ડ્રાઈવર ખૂબ ઝડપથી ગાડી ચલાવી રહ્યો હતો. તેની ગાડીની ઝડપ વધુ હતી એટલુ જ નહિ તે બહુ ખતરનાક રીતે ગાડી ચલાવી રહ્યો હતો. તેની ગાડીની ઝડપના કારણે તે ટ્રક સાથે ટકરાઈ ગઈ અને આ અકસ્માત થઈ ગયો. પોલિસે શબાના આઝમીના ડ્રાઈવર અમલેશ કામત સામે મહારાષ્ટ્રના ખાલાપુરમાં એફઆઈઆર કરાવી છે.

શબાના આઝમીના ડ્રાઈવર સામે FIR નોંધાઈ, અકસ્માત માટે લાગ્યા ગંભીર આરોપ
દૂર્ઘટના સમયે પતિ જાવેદ અખ્તર હાજર

તમને જણાવી દઈએ કે શનિવારે મુંબઈથી લગભગ 60 કિમી દૂર ખાલાપુર પાસે બપોરે સાડા ત્રણ વાગે શબાના આઝમીની ગાડીનો ભયંકર અકસ્માત થઈ ગયો. આ અકસ્માત ખાલાપુરના ટોલ પ્લાઝા પાસે પૂણે-મુંબઈ એક્સપ્રેસવે પર થયો. આ દૂર્ઘટનામાં શબાનાને ગંભીર ઈજાઓ થઈ. આ અકસ્માતમાં શબાનાને ઘણી ઈજાઓ થઈ. જ્યારે શબાનાની ગાડીનો અકસ્માત થયો ત્યારે તેના પતિ જાવેદ અખ્તર પણ સાથે ચાલી રહેલી બીજી ગાડીમાં હાજર હતા. દૂર્ઘટનામાં ટ્રકનો પાછળનો ભાગ ડેમેજ થઈ ગયો. દૂર્ઘટનામાં શબાના અને તેમના ડ્રાઈવરને ઘણી ઈજાઓ થઈ છે. શબાના હજુ પણ મુંબઈની હોસ્પિટલમાં ભરતી છે.

 

શબાના આઝમીના ડ્રાઈવર સામે FIR નોંધાઈ, અકસ્માત માટે લાગ્યા ગંભીર આરોપ
નાકમાં સૌથી વધુ ઈજા

સમાચાર મુજબ એમજીએમ હોસ્પિટલના અધિકારીઓએ જણાવ્યુ કે, ‘શબાના આઝમીના નાક પર હળવી ઈજાઓ થઈ છે. આ ઉપરાંત તેમને બીજે ક્યાંય ઈજા નથી. જો કે તેઓ દૂર્ઘટનાના કારણે હજુ પણ શોકની સ્થિતિમાં છે. તેમનો ઈલાજ ચાલી રહ્યો છે અને તેમની હાલત સ્થિર છે.’ વળી, તેમના પતિ જાવેદ અખ્તર સંપૂર્ણપણે સુરક્ષિત છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here