સુપ્રીમ કોર્ટનો મહત્વનો નિર્ણય, હવે વોટ્સએપ-ઈમેઇલ દ્વારા મોકલી શકાશે સમન્સ

0
0

કોરોના વાઇરસને કારણે લાગુ થયેલા લોકડાઉનને કારણે હવે મોટા ભાગનાં કામ ડિજિટલ થઈ ગયાં છે. સુપ્રીમ કોર્ટે પણ આ સમયગાળામાં વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા કેટલાક કેસોની સુનાવણી કરી છે. ત્યારે હવે એક પગલું દેશની કાયદાની પ્રણાલીમાં ક્રાંતિ લાવશે. સુપ્રીમ કોર્ટે વોટ્સએપ, ટેલિગ્રામ અને ઈમેઇલ દ્વારા સમન્સ અને કાનૂની નોટિસ મોકલવાની સેવાને મંજૂરી આપી છે. સુપ્રીમ કોર્ટનું માનવું છે કે વોટ્સએપ દ્વારા મોકલાવાયેલી કાનૂની નોટિસ અથવા સમન્સ પર પ્રાપ્તકર્તા દ્વારા દસ્તાવેજને બે બ્લુ ટિકને કાનૂની સ્વરૂપે ઇન્ડિયન એવિડન્સ એક્ટ હેઠળ પુરાવા રૂપે જોયેલો છે, એમ માનવામાં આવશે.

કોર્ટનો આ ઓર્ડર ભારતીય કાનૂની કાર્યવાહીના ડિજિટાઇઝેશનની દિશામાં એક મોટું પગલું છે. જ્યાં નોટિસ અને સમન્સ ઈમેઇલ દ્વારા મોકલવામાં આવતા હતા. અથવા વ્યક્તિ દ્વારા પહોંચાડવામાં આવતા હતા. એ સંયોગ છે કે આ ઓર્ડર છ મહિના કરતાં પણ ઓછા સમયમાં આવ્યો છે, જ્યારે સુપ્રીમ કોર્ટ દ્વારા કોવિડ-19 રોગચાળાને ધ્યાનમાં રાખતાં દેશભરમાં વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા સુનાવણીની મંજૂરી આપવામાં આવી હતી.

એટર્ની જનરલ કે. કે. વેણુગોપાલ અને સોલિસિટર જનરલ તુષાર મહેતાએ વોટ્સએપ દ્વારા સમન્સ આપવાની બાબતે પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે એ સંપૂર્ણ રીતે એન્ક્રિપ્ટેડ પ્લેટફોર્મ છે અને બે બ્લુ ટિકની સુવિધા સરળતાથી યુઝર (ઉપયોગકર્તા) દ્વારા ડિસેબલ કરી શકાય છે.ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા (CJI)ની ધ્યાનમાં આવ્યું હતું કે વોટ્સએપ યુઝર્સને બ્લુ ટિક સુવિધા બંધ કરવાની મંજૂરી આપે છે, જે દસ્તાવેજનો જોયાનું નિર્ણાયક પ્રમાણ નથી. આ ચિંતાઓને દૂર કરવા માટે એપેક્સ કોર્ટે ઈમેઇલ અથવા ફેક્સનો ઉપયોગ કરવા માટે સમન્સ મોકલવાની પણ મંજૂરી આપી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here