કેન્દ્ર સાથે વાતચીત પહેલા આજે ખેડૂતોની મહત્વની બેઠક, આગામી એક્શન અંગે ચર્ચા કરવા

0
0

નવા કૃષિ કાયદા વિરુદ્ધ દિલ્હી બોર્ડર પર 37 દિવસોથી ખેડૂત પ્રદર્શન કરી રહ્યાં છે. કેન્દ્ર સરકાર સાથે 4 જાન્યુઆરીએ યોજાનારી મહત્વની આઠમા તબક્કાની વાતચીત રહેલા શુક્રવારે ખેડૂત સંગઠનોની મહત્વની બેઠક યોજાશે. જેમાં ખેડૂત આગળની રણનીતિ અંગે ચર્ચા કરશે.

ખેડૂત નેતા ગુરનામ સિંહ ચઢૂનીએ કહ્યું કે, સંયુક્ત કિસાન મોર્ચાએ ખેડૂતોના આગામી એક્શન અંગે ચર્ચા કરવા માટે આજે એક મહત્વની બેઠક બોલાવી છે. તેમણે કહ્યું કે, નવા ખેડૂત કાયદાને પાછા લેવા અને મિનિમમ સપોર્ટ પ્રાઈઝની લીગલ ગેરંટી સાથે જોડાયેલી માંગને પાછી લેવાનો કોઈ સવાલ જ ઊભો થતો નથી.

તેમણે કહ્યું કે, સરકારે પરાલી અને વીજળી કાયદા સાથે જોડાયેલી અમારી બે માંગ સ્વીકારી લીધી છે. એનો અર્થ એ નથી કે અમે બીજી બે માંગ માટે પીછેહઠ કરીશું.

અપડેટ્સ…

દિલ્હીના ચિલ્લા અને ગાજીપુર બોર્ડર બંધ કરી દેવાઈ છે. ટ્રાફિક પોલીસના જણાવ્યા પ્રમાણે, આંદોલનને ધ્યાનમાં રાખતા નોઈડા અને ગાઝિયાબાદથી આવતા ટ્રાફિક માટે બોર્ડરને બંધ કરી દેવાઈ છે.

પંજાબ કોંગ્રેસના સાંસદ પણ ખેડૂતોના સમર્થનમાં જંતર-મંતર પર પ્રદર્શન કરી રહ્યાં છે. રવનીત સિંહ બિટ્ટૂએ કહ્યું કે, અમે અહીં છેલ્લા 25 દિવસ પરિવાર સાથે ખેડૂતોના સમર્થનમાં પ્રદર્શન કરી રહ્યાં છે. આશા છે કે નવા વર્ષમાં આ કાળા કાયદાને પાછા લઈ લેવાશે.

કેન્દ્રએ ખેડૂતોને વિકલ્પ શોધવા માટે કહ્યું હતું

ઓલ ઈન્ડિયા ખેડૂત સંઘર્ષન કોઓર્ડિનેશન કમિટિએ કહ્યું હતું કે, કેન્દ્રએ ખેડૂતોને કાયદો પાછો લેવાની માંગનો વિકલ્પ માગ્યો હતો, જે શક્ય નથી. નવા કાયદાથી એગ્રીકલ્ચર માર્કેટ, ખેડૂતની જમીન અને ફુડ ચેઈન પર કોર્પોરેટનું કંટ્રોલ થઈ જશે.

ગુરુવારે સરકારે 2 માંગ સ્વીકારી લીધી હતી

ખેડૂતોના 4 મહ્તવના મુદ્દા છે.પહેલો-સરકાર ત્રણેય કાયદાન પાછા લે. બીજો-સરકાર એ લીગલ ગેરંટી આપે કે તે મિનિમમ સપોર્ટ પ્રાઈઝ એટલે કે MSP ચાલું રાખશે. ત્રીજું-વીજળી બિલ પાછું લેવામાં આવે. ચોથું-પરાલી સળગાવવા માટે સજાની જોગવાઈને પાછી લેવામાં આવે.

ગુરુવારે પાંચ કલાક ચાલેલી વાતચીતમાં વિજળી બિલ અને પરાલી સાથે જોડાયેલા બે મુદ્દા પર સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચે સહમતિ થઈ ગઈ છે. ત્યારપછી ખેડૂતોએ 31 ડિસેમ્બરે યોજાનારી ટ્રેક્ટર રેલીને ટાળી દીધી હતી. કૃષિ કાયદા અને MSP પર હાલ પણ મતભેદ યથાવત છે.

ખેડૂતો અને સરકારની હવે પછીની બેઠક 4 જાન્યુઆરીએ

હવે 4 જાન્યુઆરીના રોજ કેન્દ્ર અને ખેડૂતો વચ્ચે ચર્ચા થશે. જોકે, લંચ સમયે વાત ત્યારે બનતી જણાઈ કે જ્યારે ખેડૂતો સાથે મંત્રીઓએ ભોજન લીધું. ખેડૂતો દાળ-રોટલી તો સાથે લાવ્યા હતા પણ આ વખતે લંચમાં તેમની સાથે કૃષિમંત્રી નરેન્દ્ર તોમર તથા વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલ પણ સામેલ થયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here