બજેટ પહેલાં નીતિ આયોગની મહત્વની બેઠક મળી, PMએ અર્થશાસ્ત્રીઓ સાથે કરી ચર્ચા

0
7

નવી દિલ્હી, તા. 09 જાન્યુઆરી 2020, ગુરુવાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આર્થિક વૃદ્ધિને ગતિ આપવાના ઉપાયો માટે અને અર્થવ્યવસ્થાની સ્થિતિ પર ચર્ચા માટે નીતિ આયોગમાં અર્થશાસ્ત્રીઓ અને તજજ્ઞો સાથે બેઠક કરી. આ બેઠક એવા સમયે થઈ જ્યારે ચાલૂ નાણાંકિય વર્ષમાં આર્થિક વૃદ્ધિ દર 5%થી નીચે રહેવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

 

બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ અને અન્ય મંત્રીઓ સિવાય નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવ કુમાર મુખ્ય કાર્યકારી અધિકારી અમિતાભ કાંત અને અન્ય સિનિયર અધિકારીઓ હાજર રહ્યાં. વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદના ચેરમેન વિવેક દેબરોય પણ તેમાં સામેલ થયાં સરકાર 2020-21ના બજેટ પ્રસ્તાવ તૈયાર કરવામાં જોડાઈ છે. તેવામાં આ બેઠક ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here