65 કરોડના ખર્ચે અબુ ધાબીના રણમાં ‘સાહો’નું અકલ્પનીય શહેર બનાવવામાં આવ્યું

0
31
 • આવનારી એક્શન પેક્ડ ફિલ્મ ‘સાહો’ માટે અબુ ધાબીમાં ફ્યુચર સિટીનો સેટ તૈયાર કરવામાં આવ્યો
 • આ સેટને ડિઝાઇન કરવામાં 2 વર્ષનો સમય લાગ્યો
 • સાબૂએ આ સેટ બનાવવા માટે 8 વખત અબુધાબીની સફર કરી
 • આ અકલ્પનીય દુનિયા બનાવવામાં 300 કલાકારોની ટીમ લાગી
 • વીએફએક્સ સુપરવિઝનનું કામ 20 સભ્યોની ટીમ ઉપર હતું .
 • વીએફએક્સ 35%, રિયલ 65%
 • મુંબઈઃ પ્રભાસની આવનારી મેગ્નમ ઓપસ ફિલ્મ ‘સાહો’ના રિલીઝ થયેલા ટીઝરમાં આપણને એક અત્યાધુનિક શહેર જોવા મળ્યું હતું. આ એક એવા અકલ્પનીય મોડર્ન શહેર જેવું દેખાઇ છે, જેવું અત્યાર સુધી જોવામાં નથી મળ્યું. ઊંચી-ઊંચી બિલ્ડિંગ્સની આ કાલ્પનિક દુનિયામાં અદ્દભૂત એક્શન દ્રશ્ય ફિલ્માવવામાં આવ્યા છે. આ શહેરમાં ફિલ્મનો હિરો પ્રભાસ બાઇક ચેઝિંગ સીનમાં એક્શન સ્ટંટ કરતો દેખાશે. શું તમે જાણો છો કે આ અવિશ્વસનીય દુનિયાને અબુ ધાબીના રણમાં 65 કરોડ રૂપિયા ખર્ચ કરીને બનાવવામાં આવી હતી. આ કામને સ્વરૂપ આપ્યું હતું આ ફિલ્મના પ્રોડક્શન ડિઝાઇનર સાબૂ સિરિલે.

  આ રીતે ફ્યુચર સિટીનો સેટ તૈયાર થયો

  1. ‘બેટમેન સીરિઝ’ની ગોથમ સિટીથી ઇન્સ્પાયર્ડ

  અમીરાતના રણમાં ભવિષ્યના સિટીની આબોહુબ પ્રતિકૃતિ બનાવવા માટે રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા પ્રોડક્શન ડિઝાઇનર સાબૂને 2 વર્ષનો સમય લાગ્યો. તેમણે આઠ વખત અબુધાબીની સફર કરી. તેમણે ‘બેટમેન સીરિઝ’માં દર્શાવેલા ગોથમ શહેરનું ઉદાહરણ સામે રાખ્યું અને ‘સાહો’ની અકલ્પનીય દુનિયાનું નિર્માણ શરૂ કર્યુ.

  2. શું કહ્યું સાબૂએ?

  અમારી ફિલ્મ્સમાં પહેલા ક્યારેય આવું કંઈ જોવા નથી મળ્યું. જિયોગ્રાફિકલ પોઝિશન અને મોટી જગ્યાના ફાયદાના કારણે અમે અબુ ધાબીમાં આ સેટઅપ ક્રિએટ કર્યો હતો. તેમાં અમને ઘણો સમય લાગી ગયો પરંતુ અમે તેને જેટલું શક્ય હતું એટલું પર્ફેક્ટ બનાવવાનો પ્રયાસ કર્યો છે.

  3. ટીમ બિલ્ડિંગમાં પ્રભાસની સલાહ

  સ્પેશિયલ ઇફેક્ટ્સ સુપરવાઇઝર ડેનિલો બોલેટિની જે પહેલા ‘વંડર વુમન’ (2017) અને ‘એવેન્જર્સ: એજ ઓફ અલ્ટ્રોન’ (2015) પર કામ કરી ચૂક્યા છે તે પણ આ પ્રોજેક્ટ સાથે જોડાયા. વીએફએક્સ સુપરવાઇઝર કમલાકન્નન અને તેમની ટીમને વિશેષ રૂપથી પ્રભાસના કહેવા પર આ ફિલ્મ સાથે જોડવામાં આવ્યા.

  4. વર્લ્ડના બેસ્ટ ટેક્નિશિયન સામેલ

  આ સેટ બનાવવાનો ટાસ્ક માત્ર સેટ ડિઝાઇનર્સ ઉપર નહતો. આ કામમાં વિઝ્યૂઅલ ઇફેક્ટ્સ આર્ટિસ્ટ અને ડિજીટલ કમ્પોઝિટર્સની પણ મદદ લેવામાં આવી હતી. સાબૂ અને ફિલ્મના ડિરેક્ટર સુજીથે 300 કલાકારોની ટીમ તૈયાર કરી. ઇન્ટરનેશનલ ટેક્નિશિયનને પણ આ કામમાં સામેલ કરવામાં આવ્યા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here