મુંબઇથી 175 કિલોમીટર દૂર હીરા ઓઇલ ફીલ્ડ નજીક ભારતીય જહાજ વાવાઝોડાથી ડૂબ્યું; 170 લોકો ગુમ થયા

0
1

મુંબઈથી 175 કિલોમીટર દૂર હીરા ઓઇલ ફીલ્ડ્સ નજીક તાઉ-તે વાવાઝોડાથી ફસાયેલ ભારતીય જહાજ P-305 દરિયામાં ડૂબી ગયું છે. ભારતીય નેવી દ્વારા 146 લોકોને બચાવી લેવાયા છે. જ્યારે 170થી વધુ લોકો ગુમ થયેલ છે. આ જગ્યાએ એક અન્ય ભારતીય જહાજ ફસાયું છે. તેમાં સવાર લોકોને બચાવવા INSને કોલકાતાને મોકલવામાં આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે તેમાં 137 લોકો સવાર છે. તેમાંથી 38 લોકોને સુરક્ષિત રેસ્ક્યૂ કરાઈ શકાયા છે.

ભારતીય નૌકાદળના પ્રવક્તા કમાન્ડર વિવેક મધવાલે કહ્યું, ‘ બોમ્બે હાઇ વિસ્તારમાં સ્થિત હીરા ઓઇલ ક્ષેત્રમાં જહાજ ‘ P-305 ‘ની મદદ માટે આઈએનએસ કોચ્ચિને રવાના કરવામાં આવ્યું હતું. INS તલવારને પણ સર્ચ અને રાહત કામગીરી માટે તૈનાત કરાયા હતા. બીજું જહાજ એટલે કે GAL કન્સ્ટ્રક્ટરનો પણ ઇમરજન્સી સંદેશ મળ્યો હતો, જેના પર 137 લોકો સવાર છે અને તે મુંબઈ કિનારે આઠ નોટિકલ માઇલ દૂર છે. INS કોલકાતાને તેની મદદ માટે રવાના કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં, સવાર 38 લોકોને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા છે.

કમાન્ડર મધવાલે જણાવ્યું હતું કે આ પહેલા સોમવારે દિવસમાં અરબી સમુદ્રમાં આવેલા ચક્રવાતને કારણે પાણી ભરાઈ ગયેલા ભારતીય ટગબોટ કોરોમંડલ સપોર્ટર IX માં ફસાયેલા 4 ક્રૂ સભ્યોને નેવી હેલિકોપ્ટર દ્વારા બચાવી લેવામાં આવ્યા હતા. તેમણે કહ્યું હતું કે સમુદ્રમાં ફસાયેલા આ જહાજના મશીનરી ભાગોમાં પાણી ભરાઈ ગયું હતું, જેના કારણે તે આગળ વધી શકતું ન હતું. તેનો વીજ પુરવઠો પણ બંધ કરાયો હતો.

તેમણે માહિતી આપતા કહ્યું કે ચક્રવાતને ધ્યાનમાં રાખીને ભારતીય નૌકાદળની 11 ટીમો તૈયાર રાખવામાં આવી છે. બાર પૂર રાહત ટીમો અને મેડિકલ ટીમો પણ તૈનાત કરવામાં આવી છે. વાવાઝોડા પ્રભાવિત રાજ્યોમાં જરૂર પાડવા પર તેમને મોકલવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here