Saturday, July 20, 2024
HomeગુજરાતGUJARAT: વલારડી ગામે કૂવામાં પડી જતાં માસુમ બાળકીનું મોત

GUJARAT: વલારડી ગામે કૂવામાં પડી જતાં માસુમ બાળકીનું મોત

- Advertisement -

બાબરા તાલુકાના વલારડી ગામે વિસ્તારમાં મજુરી કામે આવેલા શ્રમિક પરિવારની સાત વર્ષની બાળકી રાત્રીના સમયે કૂવામાં પડી જવાથી મોત થતાં અરેરાટી સાથે શોકનું મોજુ ફરી વળ્યું હતું.

મળતી વિગત મુજબ વલારડી ગામે પેટિયું રળવા ગઇકાલ બપોરે ચાર બાળકી અને બે પુત્રો સાથે આવેલા મધ્ય પ્રદેશના આદિવાસી નરમાભાઇ માલાભાઇ જમરેની પુત્રી ઠુમરી નરમાભાઇ જમળે (ઉ.વ. ૭) રાત્રીના સમયે અચાનક ગુમ થતાં પરિવારે શોધખોળ આદરી હતી. સવાર સુધી શોધખોળ કર્યા બાદ બાળકી ૧૦૦ ફૂટ ઉંડા કુવામાં પડી હોવાનું માલુમ પડતાં ફાયર બ્રિગેડ ટીમની મદદથી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. શ્રમિક પરિવારે પોલીસ નિવેદનમાં બનાવ સંબંધે કોઇ રજૂઆત કે શંકા નહીં હોવાનું જણાવી તેના અંતિમ સંસ્કાર વલારડી ગામે કરવા હોવાનું જણાવ્યું હતું. પોલીસે મૃત બાળકીના વાલીના નિવેદનના આધારે તપાસ આટોપી હોવાનું માલુમ પડે છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular