વાપીથી પાવાગઢ જતી ઇનોવા કાર વડોદરા પાસે બ્રિજની રેલિંગ તોડીને નદીમાં ખાબકી, 4 ઇજાગ્રસ્ત, કારનો કચ્ચરઘાણ

0
13

વાપીથી પાવાગઢ જઇ રહેલી રાજસ્થાનની ઇનોવા કાર શનિવારે મોડી રાત્રે પોર બ્રિજ પરથી રેલિંગ તોડીને ઢાઢર નદીમાં ખાબકી હતી. જેમાં ડ્રાઇવર સહિત 4 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

એમ્બ્યુલન્સમા દર્દીઓને સારવાર અપાઇ હતી
(એમ્બ્યુલન્સમા દર્દીઓને સારવાર અપાઇ હતી)

 

ઇનોવા કારનો કચ્ચરઘાણ વળી ગયો

રાજસ્થાનના ઝાલોરથી 3 મિત્રો કાર લઇને સંબંધીને ત્યાં વાપી ગયા હતા અને ત્યાંથી તેઓએ પાવાગઢ તરફ જઇ રહ્યા હતા. આ સમયે વડોદરા નજીક પોર પાસે બ્રિજ પરથી રેલિંગ તોડીને ઇનોવા કાર ઢાઢર નદીમાં ખાબકી હતી. જેમાં ઇનોવા કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને કારમાં બેઠેલા 4 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જેમને સારવાર અર્થે વડોદરાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી. પોલીસે સ્થાનિકોની મદદથી તમામ ઇજાગ્રસ્તોને કારમાંથી બહાર કાઢ્યા હતા અને અકસ્માતનો ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

અકસ્માતગ્રસ્ત કાર
(અકસ્માતગ્રસ્ત કાર)

 

અકસ્માતમાં ઇજાગ્રસ્તોના નામ

મહિપાલ રમેશભાઇ બિસ્નોઇ ઝાલોર, રાજસ્થાન
નરેશ મોહન બિસ્નોઇ, ઝાલોર, રાજસ્થાન
પ્રવિણ ચિમાભાઇરામ બિસ્નોઇ, ઝાલોર, રાજસ્થાન

ઇજાગ્રસ્ત યુવાન
(ઇજાગ્રસ્ત યુવાન)

 

દહેજની મેઘમણી કંપનીની બસને હીંગલોટ પેટ્રોલ પમ્પ પાસે અકસ્માત

બીજી તરફ દહેજની મેઘમણી કંપનીની બસને હીંગલોટ પેટ્રોલ પમ્પ પાસે અકસ્માત નડ્યો હતો. ટેન્કર સાથે અકસ્માત થતાં બસમાં બેઠેલા 10થી વધુ કર્મચારીને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી અને ઇજાગ્રસ્તોને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. બસ કર્મચારીઓને લઇ નાઇટ શિફ્ટમાં જતી વખતે થયો અકસ્માત થયો હતો.