રશિયામાં ઇન્સ્ટાગ્રામ સેલિબ્રિટીની હત્યા, સૂટકેસમાં લાશ મળી

0
22

રશિયાની 24 વર્ષની ઇન્સ્ટાગ્રામ સેલિબ્રિટી ઈકાતીરાના કારગ્લાનોવાનો મૃતદેહ મળી આવવાને કારણે સનસની મચી ગઈ છે. તેનો મૃતદેહ એક સુટકેસમાંથી મળી આવ્યો હતો અને કહેવામાં આવી રહ્યું છે કે તેનું ગળું કાપેલું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેની કોઈ જ ખબર મળી રહી નહોતી, તેના માતાપિતા મોસ્કોમાં તેના એપાર્ટમેન્ટમાં પહોંચ્યા હતા અને અહીં સુટકેસમાં તેમની પુત્રીની લાશ મળી હતી.

90,000 કરતા વધારે ફોલોવર્સ

ઇન્સ્ટાગ્રામ પર 90,000 થી વધુ લોકો કારગ્લાનોવાને ફોલો છે અને તેની સરખામણી આંદ્રે હેપબર્ન સાથે થાય છે. બીબીસી દ્વારા આપવામાં આવેલી માહિતીમાં કહેવામાં આવ્યું છે કે તેનું ગળું કાપવામાં આવ્યું છે. શુક્રવારે કારગ્લાનોવાનો મૃતદેહ મળી આવ્યો હતો. તે હાલમાં જ મેડિકલ સ્કૂલમાંથી ગ્રેજ્યુએટ થઇ હતી અને તેને ડર્મિટોલોજીમાં સ્પેશ્યલાઇઝેશન કર્યું . તેને માતાપિતા તેને ફોન કરતા હતા પરંતુ તેનો કોઈ જ સંપર્ક થયો ના હતો. આવી રીતે, તેણે તેમને પુત્રીના એપાર્ટમેન્ટમાં જવાનું નક્કી કર્યું. જ્યારે તે બંને તેમના ફ્લેટમાં પહોંચ્યા ત્યારે તેઓએ હોલમાં સૂટકેસ જોયું.

પોલીસને કોઈ હથિયાર નહીં મળ્યું

રશિયાની મીડિયા કહે છે કે એવા કોઈ પુરાવા નથી કે જેમાં સાબિત થાય કે હત્યા પહેલા તેને જીવ બચાવવા માટે સંઘર્ષ કર્યો હતો. તેમજ ઘટના સ્થળેથી કોઈ શસ્ત્ર મળી આવ્યું નથી. સીસીટીવી ફૂટેજમાં કારગ્લાનોવાનો એક્સ બોયફ્રેન્ડ જોવા મળી રહ્યો છે, જેની સાથે બ્રેકઅપ કરીને કારગ્લાનોવા હાલમાં જ એક નવા રિલેશનમાં આવી હતી. કારગ્લાનોવાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને જોતા ખબર પડી કે તેનો એક ફેમસ ટ્રાવેલ બ્લોગ હતો, જેને હજારો લોકો ફોલો કરતા હતા.

સોશ્યિલ મીડિયા સ્ટાર

કેરગાલેનોવાએ 30 જુલાઇએ તેના નવા બોયફ્રેન્ડ સાથે તેમના જન્મદિવસ પર નેધરલેન્ડ ફરવા જવાની યોજના બનાવી હતી. તબીબી અભ્યાસ અને સોશિયલ મીડિયા કારકિર્દી ઉપરાંત, કારગ્લાનોવાએ ઘણા બ્યૂટી પ્રીજેન્ટ્સમાં પણ ભાગ લીધો હતો. તેણી ઘણી વાર તેની આંતરરાષ્ટ્રીય યાત્રાઓ વિશે લખતી હતી અને તેની છેલ્લી પોસ્ટ 22 જુલાઈ દરમિયાન કરવામાં આવી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here