Wednesday, January 19, 2022
Homeગુજરાતકચ્છના મૂંદ્રામાં 37,500 કરોડના રોકાણ સાથે ઇન્ટીગ્રેટેડ સ્ટિલ પ્લાન્ટ સ્થપાશે

કચ્છના મૂંદ્રામાં 37,500 કરોડના રોકાણ સાથે ઇન્ટીગ્રેટેડ સ્ટિલ પ્લાન્ટ સ્થપાશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતીમાં ગુજરાત સરકારના ઉદ્યોગ વિભાગ અને POSCO-અદાણી કોલોબરેશન વચ્ચે ગાંધીનગરમાં થયેલા MOU અંતર્ગત કચ્છના મૂંદ્રામાં ઇન્ટીગ્રેટેડ સ્ટિલ મિલ અને અન્ય સહયોગી પ્લાન્ટની સ્થાપના થશે. કચ્છમાં આ પ્લાન્ટ અંદાજે રૂપિયા 37,500 કરોડના સૂચિત રોકાણ સાથે આકાર પામશે તેમજ 3,400 થી વધુ લોકોને ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ એમ્પ્લોયમેન્ટની તકો પૂરી પાડશે. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2022 સંદર્ભે રાજ્યમાં વધુ રોકાણો પ્રેરિત કરવાના ઉદ્દેશ્ય સાથે રાજ્ય સરકાર અને POSCO-અદાણી વચ્ચે આ MOU થયા છે.

પાંચ મિલીયન ટન કેપેસિટીનો આ સૂચિત સ્ટીલ ઉત્પાદન પ્લાન્ટ 2026 સુધીમાં કાર્યરત થશે. એટલું જ નહિ, ગ્રીન એનર્જી સાથેનો આ સ્ટિલ પ્લાન્ટ બનશે. આ પ્લાન્ટ કાર્યરત થતાં નવી રોજગારીની તકો ઊભી થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતીમાં સ્ટીલ પ્લાન્ટ સ્થાપવાના આ MOU પર ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તા તથા અદાણી ગૃપના સી.ઇ.ઓ કરણ અદાણીએ હસ્તાક્ષર કર્યા હતા. આ વેળાએ POSCO ઇન્ડીયાના સી.એમ.ડી, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન તેમજ વરિષ્ઠ સચિવો પણ ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular