કોરોના પ્રોટોકોલ તોડવાના આરોપી ક્રિસ્ટિયાનો રોનાલ્ડો વિરુદ્ધ તપાસ શરૂ

0
0

ઈટાલિયન ક્લબ યુવેન્ટસના સ્ટ્રાઈકર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો આ મહિને કોરોના પોઝિટિવ આવ્યો હતો. તેમ છતાં ઈન્ટરનેશનલ બ્રેક પછી તે પ્રાઈવેટ જેટમાં પોતાના દેશ પોર્ટુગલથી ઈટાલી આવ્યો હતો.

હવે ઈટાલીના રમત-ગમત મંત્રી વિસેન્ઝો સ્પદાફોરાએ કહ્યું છે કે, રોનાલ્ડોએ કોરોના પ્રોટોકોલ તોડ્યો છે. તેના વિરુદ્ધ તપાસ બેસાડાઈ છે, જેમાં દોષી સાબિત થતાં કાર્યવાહી થઈ શકે છે. સ્પાદફોરાએ કહ્યું કે, ‘ક્રિસ્ટિયાનો પ્રોટોકોલનું સન્માન કરતા નથી. અધિકારી તેને સાબિત કરવા માટે તપાસ કરી રહ્યા છે.’

જોકે, રોનાલ્ડોેની ક્લબે આરોપોનો ઈનકાર કરતા કહ્યું કે, ‘રોનાલ્ડો સંબંધિત આરોગ્ય અધિકારીઓ દ્વારા અધિકૃત મેડિકલ ફ્લાઈટમાં ઈટાલી પાછો ફર્યો છે અને તે પોતાના ઘરે આઈસોલેશનમાં છે’. રોનાલ્ડોએ પણ સ્પષ્ટતા કરતા કહ્યું કે, તેણે કોઈ નિયમ તોડ્યો નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here