Friday, March 29, 2024
Homeશેરબજારમાં આવશે IPOની વણઝાર, રોકાણ કરવા તૈયાર રહેજો...
Array

શેરબજારમાં આવશે IPOની વણઝાર, રોકાણ કરવા તૈયાર રહેજો…

- Advertisement -

કોરોના મહામારી અને લોકડાઉનની અસરોમાંથી અર્થતંત્ર અને શેરબજાર ધીમે ધીમે બહાર આવી રહ્યુ છે. ચાલુ સપ્ટેમ્બર મહિનાથી જ શેરબજારમાં નવા ઇનિશિયલ પબ્લિક ઓફર એટલે કે IPO આવવાની શરૂઆત થઇ રહી છે જેમાં રોકાણકારોને ઇન્વેસ્ટમેન્ટ કરવાની સારી એવી તક મળશે. પ્રાયમરી માર્કેટમાં ઘણા લાંબા સમય બાદ ફરી રોનક આવશે કારણ કે, સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં લગભગ અડધા ડઝન જેટલા IPO આવી રહ્યા છે. આ કંપનીઓ જાહેર ભરણાં મારફતે મૂડીબજારમાંથી લગભગ 9000 કરોડ રૂપિયા સુધીની મૂડી એક્ત્ર કરી શકે છે.

ઇન્વેસ્ટમેન્ટ બેન્કર્સ તરફથી પ્રાપ્ત માહિતી મુજબ આગામી બે મહિનામાં સંભવતઃ જે કંપનીઓના IPO આવવાની શક્યતા છે તેમાં યુટીઆઇ એસેટ મેનેજમેન્ટ કંપની, કોમ્પ્યુટર એજ મેનેજમેન્ટ સર્વિસિસ, હેપિએસ્ટ માઇન્ડ, રૂટ મોબાઇલ, એન્જલ બ્રોકિંગ, ગ્લેન્ડ ફાર્મા અને કેમકોમ કેપિટલ શામેલ છે.

યુટીઆઇ એમએમસીનો 3000 કરોડ રૂપિયાનો આઇપીઓ સપ્ટેમ્બરના મધ્ય સુધીમાં આવવાની અપેક્ષા છે. જેમાં એસબીઆઇ, એલઆઇસી અને બેન્ક ઓફ બરોડા પોતાની હિસ્સેદારીના 1.05 કરોડ શેર વેચશે, તો પીએનબી અને ટી-રો 38-38 લાખ શેર વેચશે.

એનએસઇ સમર્થિત કૈમ્સ પણ સપ્ટેમ્બરના ત્રીજા સપ્તાહમાં મૂડીબજારમાંથી નાણાં ઉભા કરવા આવશે. આ કંપની લગભગ 2000 કરોડ રૂપિયા એક્ત્ર રહે તેવી શક્યતા છે. કૈમ્સના IPOમાં વોરબર્ગ પિંક્સ, એનએસઇ ઇન્વેસ્ટમેન્ટ, એક્સિસ ઇન્વેસ્ટમેન્ટ, એચડીએફસી અને એચડીબી એમ્પલોયઝ વેલફેર ટ્રસ્ટ પોતાનો હિસ્સો વેચશે. ઓગસ્ટમાં એક્સિસ બેંક, આઇસીસીઆઇસી બેન્ક, યસ બેન્ક અને એચડીએફસી એ ક્યુઆઇપી મારફતે રૂ. 45,000 કરોડ એક્ત્ર કર્યા હતા.

કોટક સિક્યોરિટીઝના ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ પ્રેસિડેન્ટ વી. જયશંકરે કહ્યુ કે, બજારમાં ઘણી લિક્વિડિટી છે, જેના સ્પષ્ટ સંકેત તાજેતરના ક્યુઆઇપીની સફળતાથી મળે છે. જે કંપનો વાજબી ભાવે શેર ઓફર કરી રહી છે, તેમની સારી માંગ છે. તાજેતરના આઇપીઓની સફળતા પણ રોકાણકારોને આકર્ષીત કરી શકે છે.

જૂનમાં રોસ્સારી બાયોટેકનો આઇપીઓ 80 ગણો સબ્સક્રિપ્શન થયો હતો. 13 જુલાઇના રોજ આ શેર 58 ટકાના પ્રીમિયમ સાથે લિસ્ટેડ થયો હતો. આ આઇપીઓના પ્રોત્સાહક લિસ્ટિંગ બાદ અન્ય કંપનીઓને પણ આઇપીઓ લાવવાનો ઉત્સાહ મળ્યો છે.

ચાલુ કેલેન્ડર વર્ષ 2020ના અત્યાર સુધીના આઠ મહિનામાં માત્ર 4 જ કંપની એસબીઆઇ કાર્ડ્સ, રોસ્સારી, બાયોટેક અને માઇન્ડસ્પેસ રીટનો IPO આવ્યો છે અને તેમણે સંયુક્ત રીતે બજારમાંથી રૂ.14,600 કરોડ એક્ત્ર કર્યા છે. જ્યારે પાછલા વર્ષ 2019માં 16 કંપનીઓએ રૂ. 12,361 કરોડ ઊભા કર્યા હતા.

સંભવિત IPOની યાદી અને તેમની ઇશ્યૂ સાઇઝ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular