રાજકોટ : હત્યા, લૂંટ અને ધાડ સહિતના ગુનાને અંજામ આપનાર ભીસ્તીવાડના કુખ્યાત શખ્સ સહિત 11 સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો.

0
0

રાજકોટમાં વધુ એક ગુજસીટોકનો ગુનો નોંધાયો છે. ભીસ્તીવાડમાં રહેતા કુખ્યાત ઈમરાન મેણુ અને તેના 11 સાગરિતો સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો છે. આ ગેંગનો મુખ્ય લીડર એજાજ ખિયાણી હોવાનું સામે આવ્યું છે. જો કે મુખ્ય આરોપી એજાજ ખિયાણી પોલીસ પકડથી દૂર છે. આ ગેંગ સામે કુલ 76 ગુના નોંધાયા છે. હત્યા, હત્યાનો પ્રયાસ, ધાડ અને લૂંટ સહિતના ગુનામાં આ ગેંગના 6 આરોપીઓની ધરપકડ કરાઈ છે. આ સાથે જ આરોપીઓને આસરો આપનાર સામે પણ ગુજસીટોકનો ગુનો દાખલ કરવામાં આવશે.

આરોપીઓએ અત્યાર સુધીમાં 76 ગુનાને અંજામ આપ્યો

આરોપી એજાજ ખીયાણી અને તેની ટોળકી દ્વારા 2011થી 2020 સુધી કુલ 76 ગુના આચરવામાં આવ્યાં છે. હાલમાં પોલીસે ઇમરાન મેણું સહિત 6 આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે મુખ્ય આરોપી એજાજ ખીયાણી સહિત 5 આરોપીઓ ફરાર છે જેને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

પોલીસે 6 આરોપીની ધરપરડ કરી કાર્યવાહી હાથ ધરી

પોલીસના જણાવ્યા મુજબ એજાજ ખીયાણી હાલ ફરાર છે. ગઇકાલે આરોપી મુસ્તફા અને માજીદ દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં PSI કે.ડી.પટેલને માથાના ભાગે ઇજા પહોંચી હતી. જે બાદ પોલીસે સમગ્ર ટોળકી સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આરોપીઓ દ્વારા નાના માણસોને દબાવી ધાક ધમકી આપી ઓર્ગેનાઇઝ ક્રાઈમ કરતા હોવાનું સામે આવ્યું છે. જેમાં મુખ્ય આરોપી એજાજ ખીયાણી સામે 12, રાજન ખીયાણી સામે 10, ઇમરાન મેણું સામે 9, મુસ્તફા ખીયાણી સામે 5 અને યાસીન ઉર્ફે ભૂરો સામે 7 ગુના નોંધાઈ ચૂક્યાં છે. આ ઉપરાંત અન્ય તમામ આરોપીઓ સામે 3થી વધુ ગુના નોંધાઈ ચૂક્યાં છે.હાલ તો પોલીસે આ મામલે ઇમરાન મેણું સહિત 6 આરોપીઓની ધરપકડ કરી અને પકડાયેલ શખ્સોના રિમાન્ડ લેવાની તજવીજ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here