કોરોના ઈન્ડિયા : 46,541 કેસ, મૃત્યુઆંક-1,572: કાયદા મંત્રીના ઓફિસનો એક અધિકારી સંક્રમિત મળ્યો, શાસ્ત્રીભવનનો એક ફ્લોર સીલ કરાયો

0
7

નવી દિલ્હી. દેશમાં અત્યાર સુધી 46,541 લોકો સંક્રમિત થયા છે અને 1,572 લોકોના મોત થયા છે. સાથે જ સમગ્ર દેશમાં 12,847 લોકો સાજા થયા છે.મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 14,541 થઈ ગઈ છે. બીજા નંબરે ગુજરાતમાં દર્દીઓનો આંકડો પાંચ હજારને પાર થઈ ગયો છે.રાજધાની દિલ્હી હાલ 4,898 સંક્રમિતો સાથે ત્રીજા નંબરે છે. આ આંકડા covid19india.org અને રાજ્ય સરકાર પાસેથી મળેલી માહિતી પ્રમાણે છે. સાથે જ લોકડાઉન વચ્ચે ગુજરાતથી 1208 મજૂરોને લઈને ટ્રેન મુઝફ્ફરપુર પહોંચી છે.

કાયદા મંત્રીની ઓફિસમાં એક અધિકારી કોરોના સંક્રમિત મળી આવ્યો છે. ત્યારબાદ શાસ્ત્રીભવન ખાતે આવેલી ઈમારતના ચોથા માળને સીલ કરી દેવાયો છે. અધિકારીઓને ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે, લિફ્ટ પણ બુધવાર સુધી બંધ રાખવામાં આવશે.  ઈમારતને સેનેટાઈઝ કરવામાં આવી રહ્યું છે. લુટિયંસ ઝોનમાં એક મહિનામાં એક મહીનામાં બીજી વખત સરકારી ઓફિસ સીલ કરી દેવાયું છે. ગત મહીને રાજીવ ગાંધી ભવનમાં સ્થિત નિતિ આયોગના કાર્યાલયમાં સંક્રમણના કેસ મળ્યા બાદ તેને સીલ કરી દેવાયું હતું.
મહત્વના અપડેટ્સ 

  • અર્ધસૈનિક બળમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 250ને પાર થઈ
  • રાજસ્થાનના નાગૌરથી ઝારખંડના 905 મજૂર બરકાકાના સ્ટેશન પહોંચ્યા
  •  ગાઝિયાબાદમાં દારૂના બદલે સેનેટાઈઝર પી જવાથી બે લોકોના મોત થયા છે

 પાંચ દિવસ જ્યારે સંક્રમણના સૌથી વધારે કેસ આવ્યા 

દિવસ કેસ
04 મે 3656
03મે 2676
02મે 2567
01 મે 2396
28 એપ્રિલ 1902

દેશના રાજ્યોની સ્થિતિ

રાજ્ય કેટલા સંક્રમિત થયા કેટલા સાજા થયા કેટલાનું મોત
મહારાષ્ટ્ર 14,541 2465 583
ગુજરાત 5804 1195 319
દિલ્હી 4898 1431 64
મધ્યપ્રદેશ 2942 856 165
રાજસ્થાન 3061 1438 77
તમિલનાડુ 3550 1409 31
ઉત્તરપ્રદેશ 2766 802 43
આંધ્રપ્રદેશ 1650 524 33
તેલંગાણા 1085 585 29
પશ્વિમ બંગાળ 1269 218 133
જમ્મુ કાશ્મીર 726 303 08
કર્ણાટક 651 321 27
કેરળ 500 462 55
પંજાબ 1232 128 23
હરિયાણા 517 254 06
બિહાર 528 124 04
ઓરિસ્સા 169 60 01
ઝારખંડ 115 27 03
ઉત્તરાખંડ 60 39 01
હિમાચલ પ્રદેશ 41 34 02
આસામ 43 33 01
છત્તીસગઢ 58 36 00
ચંદીગઢ 102 21 01
આંદામાન-નિકોબાર 33 32 00
લદ્દાખ 42 17 00
મેઘાલય 12 10 01
પુડ્ડુચેરી 12 06 00
ગોવા 07 07 00
મણિપુર 02 02 00
ત્રિપુરા 29 02 00
અરુણાચલ પ્રદેશ 01 01 00
મિઝોરમ 01 01 00

 

રાજ્યોની સ્થિતિ 

મધ્યપ્રદેશ, સંક્રમિતઃ2942- અહીંયા સોમવારે 105  સંક્રમિત મળી આવ્યા હતા. જેમાંથી ઈન્દોરમાં 45, ભોપાલમાં 31, બુરહાનપુરમાં 16, ઉજ્જૈનમાં 10, જબલપુર અને રાયસણમાં 2-2 જ્યારે સતન અને મુરૈનામાં એક-એક દર્દી મળી આવ્યા છે. રાજ્યમાં ગઈકાલે 58 દર્દી સાજા થયા છે અને 9 લોકોના મોત થયા હતા.

ઉત્તરપ્રદેશ, સંક્રમિતઃ2766- રાજ્યમાં સોમવારે 121 નવા દર્દી મળ્યા હતા. જેમાંથી આગરામાં 32, મેરઠમાં 25, ગાઝિયાબાદ અને ગૌતમ બુદ્ધનગરમાં 12-12, ફિરોઝાબાદમાં 11 અને કાનપુરમાં 10 દર્દી મળ્યા છે. આ ઉપરાંત મથુરામાં 4, સહારનપુરમાં 03, અમરોહામાં 02 જ્યારે મુરાદાબાદ, સંત કબીર નગર, બહરાઈચ, પ્રતાપગઢ, કાનપુર દેહાચ અને શ્રવસ્તીમાં એક એક દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

મહારાષ્ટ્ર, સંક્રમિતઃ 14,541– અહીંયા સોમવારે સૌથી વધારે 1567 કેસ સામે આવ્યા હતા. 35 લોકોના મોત થયા અને 350 દર્દી સાજા થયા હતા. રાજ્યમાં માત્ર મુંબઈમાં 8800 દર્દી હતા. જે રાજ્યના કુલ સંક્રમિતોનો 61% છે.

રાજસ્થાન, સંક્રમિતઃ3061- અહીંયા સોમવારે 175 કોરોના સંક્રમિતોની પુષ્ટી કરાઈ હતી. જેમાંથી જોધપુરમાં 89, ચિત્તોડગઢમાં 23, જયપુરમાં 29, પાલીમાં 15 દર્દી મળ્યા છે.

બિહાર, સંક્રમિતઃ528- અહીંયા સોમવારે સંક્રમણના 11 કેસ સામે આવ્યા હતા. જેમાંથી 5 દર્દી મધુબનીમાં અને એક પશ્વિમ ચંપારણમાં મળ્યો હતો. રાજ્યમાં 38માંથી 31 જિલ્લા સંક્રમણના સંકજા છે.  સંક્રમણના વધતા કેસને ધ્યાનમાં રાખતા રાજ્ય સરકારે લોકડાઉનના ત્રીજા તબક્કામાં વધારે છૂટ ન આપવાનો નિર્ણય કર્યો છે.

દિલ્હી, સંક્રમિતઃ4898- અહીંયા સોમવારે 349 નવા દર્દી સામે આવ્યા હતા. અહીંયા લોકડાઉનના ત્રીજા તબક્કમાં ગ્રીન અને ઓરેન્જ ઝોનમાં ઘણી છૂટછાટ આપવામાં આવી છે. સોમવારે 9 થી 11 વાગ્યા સુધી દારૂની દુકાન પણ ખુલ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here