તબલીધ જમાત અંગે સતત ટ્વિટ કરતા એક ભારતીય યુઝરને UAEની પ્રિન્સેસે ધમકી આપી

0
10

સૌરભ ઉપાધ્યાય નામના એક યુઝરે તબલીગ જમાતના લીધે ભારતમાં કોરોનાવાયરસના ફેલાવાને અંગે ટ્વિટ્સ કરવામાં આવતા UAEના શાહી પરિવારની પ્રિન્સેસ હેન્દ અલ કાસીમી ભડકી ઉઠી હતી. તેણે આ ટ્વિટ સીરીઝને ઇસ્લામોફોબિક પોસ્ટ્સ ગણાવી હતી. તેણે ચેતવણી આપતા કહ્યું હતું કે આ પ્રકારના રેસીસ્ટ લોકોને દંડ ભરીને UAE છોડવું પડશે.

સૌરભ ઉપાધ્યાય અને અન્ય એક યુઝર વચ્ચે ટ્વિટર પર વિવાદ શરૂ થયો હતો. તેમાં ઉપાધ્યાયે તબલીગ જમાતના લોકો કેવી રીતે થૂંકે છે તે અંગે વાત કરી હતી. તેણે આને એક પ્રકારનો જેહાદ ગણાવ્યો હતો. આ લોકો રેડિકલ ઇસ્લામિક આતંકવાદીઓ હોવાનું પણ કહ્યું હતું. અત્યારે ઉપાધ્યાયનું અકાઉન્ટ અસ્તિત્વમાં નથી પરંતું પ્રિન્સેસ કાસીમીએ તેને એક જવાબ પણ આવ્યો હતો. કાસીમીએ કહ્યું હતું કે આ પ્રકારના વંશીય ભેદભાવ વાળા લોકોને UAE છોડવું પડશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here