Friday, March 29, 2024
Homeનડિયાદ : અકસ્માત : ઠાસરા-સેવાલીયા રોડ ઉપર બેકાબુ ગાડીએ બાઈકને...
Array

નડિયાદ : અકસ્માત : ઠાસરા-સેવાલીયા રોડ ઉપર બેકાબુ ગાડીએ બાઈકને ટક્કર મારી, બાઈક સવાર ફંગોળાઈને કેનાલમાં પડ્યો.

- Advertisement -
કેનાલમાં ખાબકેલા બાઈક ચાલકને શોધવા માટે સ્થાનિકો અને ફાયર બ્રિગેડ સતત કાર્યરત
  • કાર ચાલક ફૂલ સ્પીડમાં હોવાથી આ અકસ્માત સર્જાયો
  • કેનાલના પાણીમાં ફંગોળાયેલો બાઈક સવાર હજી સુધી લાપતા
  • ફાયર બ્રિગેડ અને સ્થાનિક તરવૈયાઓએ ચાલકને શોધવા કેનાલના પાણીમાં તપાસ શરૂ કરી

અત્યારે રાજ્યમાં બેફામ કાર ચલાવનારાઓની સંખ્યા વધી જતા રોડ સેફ્ટીના સવાલો લોકો સમક્ષ ઊભા થઈ ગયા છે. તેવામાં આજે ઠાસરાના બાધરપુરા પાસે બેફામ સ્પિડમાં આવતી એક ગાડીએ બાઈક સવારને હવામાં ફંગોળી દીધો હતો. આ ટક્કરના કારણે બાઈક સવાર રસ્તાની નજીક આવેલી કેનાલમાં પડી ગયો હતો. અકસ્માતની જાણ થતા ઠાસરા પાલીસે ઘટના સ્થળે આવીને સ્થાનિક તરવૈયાઓ તેમજ નડિયાદ ફાયર બ્રિગેડની મદદ લઈને કેનાલના પાણીમાં શોધખોળ હાથ ધરી દીધી હતી.

 

અકસ્માતમાં ગાડી કરતા બાઈકને વધારે નુકસાન પહોંચ્યુ હતું
અકસ્માતમાં ગાડી કરતા બાઈકને વધારે નુકસાન પહોંચ્યુ હતું

અકસ્માતમાં ગાડી કરતા બાઈકને વધુ નુકસાન

ઠાસરાના સેવાલીયા રોડ ઉપર બાધરપુરા પાસેની કેનાલના બ્રીજ ઉપર આજે સવારે અકસ્માત થયો છે. જેમાં કાર ચાલક અતિશય સ્પીડમાં જઈ રહ્યો હતો , ત્યારે તેને કારની ગતિ ઉપર પોતાનો કાબૂ ના રહેતા સામેથી આવતા બાઈક સવારને ટક્કર મારી દીધી હતી. જેના કારણે બાઈક સવાર ફંગોળાઈને બ્રીજ નીચેની કેનાલમાં પડી ગયો અને તેનું બાઈક રોડ ઉપર ઘસડાઈને પડ્યું હતું. આ અકસ્માતમાં ગાડી કરતા વધારે નુકસાન બાઇકને પહોંચ્યું છે.

 

અકસ્માતમાં કારની હાલત
અકસ્માતમાં કારની હાલત

તરવૈયાઓ અને ફાયર બ્રિગેડે કેનાલમાં શોધખોળ આદરી

સ્થાનિકો દ્વારા મળેલી માહિતી મુજબ કાર ચાલક ફુલસ્પીડમાં હોવાથી આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના પગલે ઘટના સ્થળે આસપાસના તમામ લોકો ધસી આવ્યા હતા. ત્યારબાદ તેમણે આ ઘટનાની જાણ ઠાસરા પોલીસને કરી હતી, જેના પગલે પોલીસ તરત જ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને આગળ કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે સૌથી પહેલાં કેનાલમાં ખાબકેલા બાઈક સવારને શોધવા માટે સ્થાનિક તરવૈયાઓ અને નડિયાદ ફાયર બ્રિગેડની મદદ મેળવી કેનાલના પાણીમાં શોધખોળ આદરી છે.

 

 

પોલીસ પણ સતત કાર્યરતઃ ડી. આર. બારૈયા

આ ઘટના અંગે ઠાસરા પોલીસ મથકના પોલીસ અધિકારી ડી. આર. બારૈયાનો સંપર્ક સાધવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યુ કે, પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે કેનાલના પાણીમાં લાપતા બનેલા બાઈક સવારનું નામ અસલમ વ્હોરા છે અને તે મહાસાગર જિલ્લાના બાલાસિનોરનો રહેવાસી છે. પોલીસ પણ કેનાલના પાણીમાં ખાબકેલા બાઈક સવારની શોધખોળ કરી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular