Thursday, August 11, 2022
Homeદહેગામ : કડજોદરા થી દેવકણનામુવાડા જવાના મુખ્ય માર્ગ ઉપર અજાણ્યો પુરુષ દવા...
Array

દહેગામ : કડજોદરા થી દેવકણનામુવાડા જવાના મુખ્ય માર્ગ ઉપર અજાણ્યો પુરુષ દવા પીધા બાદ બેભાન અવસ્થામાં મળી આવ્યો.

- Advertisement -

 

કડજોદરા થી દેવકરણ ના મુવાડા નવા થાભલીયા બસ સ્ટેશન પાસે અજાણ્યો પુરુષ બેભાન અવસ્થામાં મળી આવ્યો.
ઘટના સ્થળે જોવા મળ્યા લોકોના ટોળેટોળા.
૧૦૮ ને ફોન કરી દવાખાને મોકલી આપવામાં આવ્યો.

 

 

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના કડજોદરા થી દેવકરણના મુવાડા જવાના મુખ્ય માર્ગો પર નવા થાભલીયા બસ સ્ટેશન પાસે કોઈ અજાણ્યા પુરુષ પોતાની બાઇક બાજુમાં મૂકીને કોઈ અગમ્ય કારણોસર દવા પી લેતા રોડ ઉપર બેભાન અવસ્થામાં મળી આવેલ છે. ઘટનાસ્થળે બપોરના સમય મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા. કોઈ વ્યક્તિ 108 ને ફોન કરતાં 108 આવીને આ પુરુષ ને લઈ જવામાં આવ્યો હતો. લોકોમાં ચર્ચા મુજબ આ પુરુષ બાયડ તાલુકામાં વાસણી ગામનો વતની હોય તેવું ચર્ચાઈ રહ્યું છે. કોઈ અગમ્ય કારણોસર આ પુરુષે જીવનથી કંટાળીને દવા પીધી હોય તેવું લાગી રહ્યું છે.

 

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular