Sunday, February 16, 2025
Homeહળવદના રાણેકપર રોડ પર અજાણ્યા વાહનની ઠોકરે છકડો પલટી મારી ગયો
Array

હળવદના રાણેકપર રોડ પર અજાણ્યા વાહનની ઠોકરે છકડો પલટી મારી ગયો

- Advertisement -
હળવદ : હળવદના રાણેકપર રોડ પર અજાણ્યા વાહને છકડો (રિક્ષા)ને અડફેટે લેતા છકડો પલટી મારી ગયો હતો જેમાં સવાર ત્રણ લોકો ઈજાગ્રસ્ત થતા હળવદની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જયાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર ખસેડવામાં આવ્યા હતા. હળવદના રાણેકપર રોડ પર આવેલ સુકુન બંગ્લોઝમાં કન્ટ્રકશનનું કામ પતાવી નિકળેલા ત્રણ યુવાનોને ગત રાત્રે ૮ઃ૩૦ વાગ્યાના અરસામાં અકસ્માત નડયો હતો. જેમાં કોઈ અજાણ્યા વાહન ચાલકે છકડા (રિક્ષા)ને અડફેટે લેતા છકડા (રિક્ષા)માં સવાર મધ્યપ્રદેશના વતની અને હાલ હળવદમાં રહેતા આકાશભાઈ વણઝારા, અશોકભાઈ વણઝારા, મોહનભાઈ વણઝારા (ઉ.વ.૩પ)ને નાની-મોટી ઈજાઓ થતા હળવદની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયાં ફરજના તબીબ ડો.અશ્વીન અદ્રોજાએ પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર રીફર કરવામાં આવ્યા હતા. મોડી સાંજે થયેલા આ અકસ્માતના બનાવમાં હળવદ – રાણેકપર રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. આ અકસ્માતમાં ઘાયલ થયેલા ત્રણ યુવાનો પૈકી બેની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. હળવદ પોલીસે અકસ્માત સર્જીને નાસી છૂટેલા અજાણ્યા વાહન ચાલક સામે ગુન્હો નોંધી એની શોધખોળ આદરી છે.
રિપોર્ટર : રોહિત પટેલ, CN24NEWS, હળવદ, મોરબી 
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular