Friday, September 17, 2021
Homeવિશ્લેષણ : કેન્દ્રના સત્તાવાર આંક કરતાં કોવિડ મોત છ ગણા વધારે
Array

વિશ્લેષણ : કેન્દ્રના સત્તાવાર આંક કરતાં કોવિડ મોત છ ગણા વધારે

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ભારતમાં કોરોનાના મોતના આપેલા સત્તાવાર આંકડા કરતાં થયેલા મોતના વાસ્તવિક આંકડા છ ગણા વધારે હોવાનું રિસર્ચરોએ રવિવારે જણાવ્યું હતું. તેમણે કેન્દ્ર સરકારના પોતાના સિવિલ રજિસ્ટ્રેશન અને હેલ્થ ઇન્ફોર્મેશન ડેટાબેઝનું જ વિશ્લેષણ કરીને આમ જણાવ્યું હતું. આ અભ્યાસનો આધાર ત્રણ સ્વતંત્ર ડેટા સોર્સ છે, તેમા જુલાઈ ૨૦૨૧ સુધીમાં કોરોનાની પહેલી અને બીજી લહેરમાં કુલ ૨૭ લાખથી ૩૪ લાખના મોત થયો હોવાનો અંદાજ મૂકાયો છે. જ્યારે કેન્દ્ર સરકારે કોરોનાથી થયેલા મોતનો રવિવાર સુધી જાહેર કરેલો સત્તાવાર મૃત્યુઆંક ૪,૨૧,૦૦૦ છે. આ અભ્યાસની આગેવાની લેનારા કેનેડાના ટોરોન્ટો યુનિવર્સિટીના સેન્ટર ફોર ગ્લોબલ હેલ્થ રિસર્ચ ખાતેના પ્રાધ્યાપક અને એપિડેમિઓલોજિસ્ટ પ્રભાત ઝાએ આ જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે અમેરિકાની એક એજન્સીએ તાજેતરમાં જ જણાવ્યું હતું કે ભારતમાં કોરોનાના લીધે 47 લાખથી પણ વધારે લોકોના અને કદાચ 50 લાખ સુધીના મોત થયા છે. સરકાર દ્વારા વાસ્તવમાં ફક્ત સરકારી હોસ્પિટલોના જ આંકડા બતાવવામાં આવી રહ્યા છે. તેણે હોમ ક્વોરેન્ટાઇન થઈને મૃત્યુ પામેલા અને ખાનગી હોસ્પિટલોના મૃત્યુ પામેલાઓના આંકડાને ધ્યાન પર લીધા જ નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments